Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પ્રત્યેક પદોનો અર્થ શું ? આ સઘળી વિધિ શ્રાવિકા વિના કોણ જાણે ? તેથી મનમાં સમજવું જોઈએ કે આ દ્રૌપદીજી આવી વિધિ તથા આવા પ્રકારનો વિનય સમજતાં હતાં, તેથી પરમાત્માના પરમભક્ત હતાં. સમ્યગ્દષ્ટિ હતાં અને પરમશ્રાવિકા હતાં. તેમના આચરણથી પણ આપણા જીવનમાં આ જિનેશ્વરપ્રભુની પૂજા કર્તવ્ય જ છે. આમ માનવું જોઈએ.
હવે સુર્યાભદેવે પણ પૂજા કરી છે એવું બીજુ ઉદાહરણ આપે છેપૂજે જિન પ્રતિમા પ્રત્યેજી, સુરિયાભ સુરરાય | વાંચી પુસ્તક રત્નનાંજી, લેઈ ધરમ વ્યવસાય || ૯-૬ |
સુણો જિન, તુજ વિણ કવણ આધાર ! ૯૯ || રાયપાસેણી સૂત્રમાં જી, મોહોટો એહ પ્રબંધ ! એહ વચન અણમાનતાં જી, કરે કરમનો બંધ / ૯-૭ || -
સુણો જિન, તુજ વિણ કવણ આધાર ૧૦૦ ગાથાર્થ= “સુર્યાભ નામના દેવે” પણ ધર્મસભામાં જઈને, ત્યાં રહેલાં રત્નનાં પુસ્તકો વાંચીને પોતાનો આવા પ્રકારનો ધર્મ વ્યવસાય છે કે મારે પૂજા કરવી જોઈએ તેમ જાણીને જિનેશ્વર પ્રભુની પ્રતિમાની પૂજા કરી છે. આ સંબંધી ઘણો લાંબો અધિકાર (વર્ણન) રાયપણી નામના બીજા ઉપાંગસૂત્રમાં છે. આમ આગમપાઠ હોવા છતાં પણ જે નથી માનતા, તેઓ તીવ્ર કર્મોનો બંધ કરે છે. ૯-૬,૭ //
વિવેચન દ્રૌપદીજીએ પરમાત્માની પ્રતિમાની પૂજા કરી, આ વિષયનો અધિકાર જેમ જ્ઞાતાધર્મકથામાં છે. તેવો જ અધિકાર સુર્યાભદેવનો રાયપાસેણીસૂત્રમાં છે. આ સુર્યાભદેવ પૂર્વભવમાં “પરદેશી રાજા” નો જીવ છે. જે અત્યન્ત નાસ્તિક હતો. “જીવતત્ત્વ છે જ નહીં” એમ માનતો હતો પરંતુ પાર્શ્વનાથ પ્રભુના કેશી ગણધર પ્રભુના સમાગમથી જૈનધર્મ પામ્યો હતો. કેશી ગણધરે તે પરદેશી રાજાની “જીવના નાસ્તિત્વને સૂચવનારી એક એક દલીલને” પ્રતિસ્પર્ધી દલિલો વડે અત્યન્ત પરાસ્ત કરીને તે રાજાને જૈનધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org