Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ નવમી
એમ નંદીશ્વર પ્રમુખે અનેરાં, શાશ્વત ચૈત્ય ભલેરાં રે । ત્યાં જિન પૂજે તે અનુમાને, જનમ સફળ નિજ માને ૨ે ॥ ધનધન
|| ૫-૧૯ ||
।
કલ્યાણ અઠ્ઠાઈ વરષી, તિથિ ચઉંમાસી સરખી રે તેહ નિમિત્તે સુર જિન અર્ચે, નિત્ય ભક્તિપણે વિરચે રે ॥ ધનધન
|| ૫-૨૦ ||
૨૧૭
પ્રભુની પ્રતિમાની પૂજા કરવી. એ જો માત્ર સ્થિતિ (કુલાચાર) જ હોય તો જિનના ગુણગાવા, સ્તુતિ કરવી, નાચવું, કુદવું, અને નાટક કરવું આ સર્વ કાર્યો દેવો શું કામ કરતા હશે ? તેથી સ્વીકારવું જોઈએ કે દ્રવ્યપૂજા કર્તવ્ય છે.
જિનપૂજાની કર્તવ્યતા ઉપર ચોથું ઉદાહરણ પણ ગ્રંથકાર શ્રી ટાંકે છેસિદ્ધારથ રાયે કર્યાજી, યાગ અનેક પ્રકાર । કલ્પસૂત્રે એમ ભાખીયું જી, તે જિનપૂજા સાર ॥ ૯-૯ ॥ સુણો જિન, તુજ વિણ કવણ આધાર ॥ ૧૦૨ ॥
શ્રમણોપાસક તે કહ્યા જી, પહેલા અંગ મઝાર । યાગ અનેરા નવિ ઘટેજી, તે જાણો નિરધાર | ૯-૧૦ ॥ સુણો જિન, તુજ વિણ કવણ આધાર || ૧૦૩ ||
ગાથાર્થ સિદ્ધાર્થ રાજાએ અનેક પ્રકારના યજ્ઞો કરાવ્યા. એવું શ્રી કલ્પસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે. તે યાગ એટલે જિનેશ્વર પ્રભુની શ્રેષ્ઠ પૂજા સમજવી. કારણ કે આચારાંગ સૂત્રમાં સિદ્ધાર્થરાજાદિને શ્રમણોપાસક કહ્યા છે. તેથી હોમ હવનવાળા અનેરા યજ્ઞો અહીં સંભવે નહીં. એમ તમે નિશ્ચયથી જાણો. | ૯-૯,૧૦ II
વિવેચન= ચૌદ પૂર્વધારી ચરમશ્રુતકેવલી એવા શ્રી ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રભુ મહાવીરસ્વામીના પિતા શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org