Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી
૧૯૭ જીવ ભવસમુદ્રની જેમ પાર પામે છે. તેવી રીતે જિનેશ્વર પરમાત્માની પૂજામાં ઉત્તમભાવથી વિષયોનો અને આરંભોનો (અર્થાત્ તેવા દોષોનો) ભય નથી. + ૮-૪ ||
વિવેચન= ધર્મનાં જે તે કાર્યોમાં પાંચ પ્રકારની ઈન્દ્રિયોના વિષય સેવનનો અને આરંભસમારંભનો ભય હોતો નથી કારણકે ધર્મકાર્ય કરતી વેળાએ ચિત્તના આશય વિશેષમાં વિષય સેવનની કે સાવદ્ય સેવનની બુદ્ધિ હોતી નથી તે કારણથી તેવા તેવાં ધર્મકાર્યોથી આ જીવ જેમ ભવસમુદ્ર તરી જાય છે તેવી જ રીતે જિનેશ્વર પરમાત્માની પૂજામાં જોડાનાર આત્માઓ પણ પાંચ ઈન્દ્રિયોના વિષયસેવનથી અને આરંભ-સમારંભથી રહિત હોય છે. આ કારણે તેવાં પાપો લાગશે આવો ભય રાખવાનો રહેતો નથી.
ગમે તેવા વ્યસનોને સેવનારા મનુષ્યો પણ જગતમાં ઉત્તમ-શ્રેષ્ઠ અથવા મોટા ગણાતા મહાનુભાવોની સામે વ્યસનો જેમ સેવતા નથી. મોટા માણસોની મર્યાદા સાચવે છે. તેવી રીતે વિષયોમાં અને આરંભમાં આસક્ત એવા મનુષ્યો પણ પૂજા આદિના કાળે પરમાત્માની સામે વિષયો સેવતા નથી. હિંસા આદિ પાપો આચરતા નથી. તેથી વિષયસેવન અને આરંભસેવન તથા તજન્યપાપો લાગવાનો ભય પૂજાકાળમાં રહેતો જ નથી. માટે આરંભની શંકા મનમાંથી કાઢીને પૂજાને કર્તવ્ય તરીકે સ્વીકારવી જોઈએ. || ૮-૪ | સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવ જલ નાવ ! તો પણ જિનપૂજાએ સાર, જિનનો વિનય કહ્યો ઉપચાર ૮-૫
ગાથાર્થ સામાયિક વગેરે ધર્મકાર્યોમાં જે શુભભાવ આવે છે તે અવશ્ય ભવસમુદ્રને તરવામાં નાવ સમાન છે. તો પણ જિનપૂજા કરવી એ પણ શ્રેષ્ઠમાર્ગ છે. કારણકે આ પૂજા એ જિનેશ્વરનો ઉપચાર વિનય કહેવાય છે. ૮-૫ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org