Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ આઠમી
૨૦૫
તથા
કરવા યોગ્ય છે. હવે તે ચર્ચામાંથી કોઈક ભદ્રિક સ્વભાવવાળા શિષ્યને એક પ્રશ્ન થાય છે કે જો ઉપયોગની શુદ્ધિ પૂર્વક કરાતી જિનેશ્વરપ્રભુની આ દ્રવ્યપૂજા આટલી બધી શ્રેષ્ઠ છે. આત્માના હિતને કરનારી છે. આ દ્રવ્યપૂજા કરનારા જીવો આરાધક કહેવાય છે. તો પછી સાધુસંતોએ પણ તે દ્રવ્યપૂજા કરવી જોઈએ. કારણકે તેઓને પણ આત્મકલ્યાણ તો કરવાનું જ છે. ગૃહસ્થોને જો હિતકારી છે. તો સાધુઓને તો આ પૂજા અવશ્ય હિતકારક હશે જ. માટે સાધુ સંતોએ પણ આ દ્રવ્યપૂજા કરવી જોઈએ. આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો પૂ. ઉપાધ્યાયજી મ. આ ગાથામાં ઉત્તર આપતાં કહે છે કે હે કલ્યાણવાંછુક શિષ્ય ! મનમાં તું આવો પ્રશ્ન કેમ વિચારે છે ? તેનો ઉત્તર એ છે કે ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહનું હોવું તે રોગ છે. આરંભ સમારંભનું હોવું, તે પણ રોગ છે. ગૃહસ્થોને પરિગ્રહરૂપી અને આરંભ-સમારંભ રૂપી આ રોગ વર્તે છે. પરંતુ મુનિઓ નવવિધ પરિગ્રહના ત્યાગી હોવાથી અને આરંભ-સમારંભના પણ ત્યાગી હોવાથી આ રોગે તેઓનો દેહ નિરોગી છે. એટલે જેમ વૈદ્ય બધા પ્રકારનાં ઔષધ જાણે, તેના લાભો પણ જાણે, તેમની પાસે આવનારા રોગીને તે ઔષધ આપે અને ઔષધ લેવાની રીતરસમ પણ સમજાવે. પરંતુ પોતે તે ઔષધ લે નહીં. કારણ કે આવનાર દર્દી રોગી છે. પોતે નિરોગી છે. જ્યારે વૈદ્ય પણ રોગી થાય ત્યારે તે જ ઔષધ પોતે પણ સ્વીકારે, તેની જેમ જિનેશ્વરપ્રભુની દ્રવ્યપૂજા રૂપ આ ઔષધ નવવિધ પરિગ્રહના રોગી માટે અને આરંભ સમારંભના રોગી માટે ઉપકારી છે. મુનિ ભગવંતો, પંચ મહાવ્રતધારી હોવાના કારણે બાહ્ય-અત્યંતર પરિગ્રહથી સર્વથા મુક્ત છે તથા આરંભાદિકથી પણ સર્વથા મુક્ત છે. તેથી પરિગ્રહ અને આરંભાદિક રોગથી રહિત છે. જો તેઓ આ દ્રવ્યપૂજામાં જોડાય તો તે પૂજા કરતાં પહેલાં પૌદ્ગલિક દ્રવ્યોનો પરિગ્રહ કરવો પડે. સચિત્ત પુષ્પાદિ લાવવાં પડે. સ્નાનાદિ કરવું પડે, આરંભાદિક સેવવા પડે તે બધુ મુનિને માટે ઉચિત નથી. કારણ કે આ કામ તેઓને માટે પ્રથમ પગ ખરડીને ધોવા જેવું છે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org