Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત લેવો, ઈત્યાદિ આચારો પાળવામાં જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલનપણું સવિશેષ પ્રધાન હોવાથી અને સ્વરૂપથી કંઈક સાવઘતા હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્યતા હોવાથી આજ્ઞાનુસારી તે મુનિઓ આ પ્રમાણે જ વ્યવહાર સાધે છે. અલ્પબંધ અને વિશેષ નિર્જરા કરે છે. તેથી આજ્ઞાનુસારે ચાલવાથી આરાધક કહેવાય છે. માટે નદી ઉતરતાં જળના જીવો ઉપરની દયા વિધિપૂર્વક નદી ઉતરતા હોવાથી વૃથા નથી. પણ આત્મહિતકારક છે. તેવી જ રીતે સ્નાન-પુષ્પ-ધૂપ-દીપ આદિ દ્રવ્યો દ્વારા જિનેશ્વર પ્રભુની દ્રવ્યપૂજા કરવાના અવસરે પૂજા કરનારા ગૃહસ્થોને પણ પરમાત્માની આજ્ઞાને અનુસરવાની બુદ્ધિ પ્રવર્તે છે. તેથી કર્મક્ષયનો હેતુ બને છે. આ પ્રમાણે સ્વરૂપથી કંઈક સાવદ્ય હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્ય છે માટે પૂજા કરનારા ગૃહસ્થ જીવો પણ આજ્ઞાનુસારી પ્રવર્તમાનવાળા હોવાથી આરાધક છે.
જો આજ્ઞાનું અનુસરણ ન હોય, મતિકલ્પનાએ પ્રવર્તે અને ઉપયોગ શૂન્ય એવી પોતાની સાવદ્યપ્રવૃત્તિને નિરવદ્યમાં ખપાવે તો તે વિરાધક છે. આમ, બાહ્ય સાવદ્ય-નિરવઘતા ગૌણ છે. અધ્યવસાયોની (પરિણતિની) સાવઘતા-નિરવઘતા મુખ્ય છે. તથા ઉત્સર્ગ-અપવાદને સમજાવનારી, નયસાપેક્ષ એવી પરમાત્માની આજ્ઞાનું અનુસરણ એજ અહીં પ્રધાન તત્ત્વ છે. ૮-૯ | તો મુનિને કિમ નહી પૂજના, એમ તું શું ચિંતે શુભમના ! રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ | ૮-૧૦ ||
_ ૯૩ છે ગાથાર્થ= જો જિનપૂજા કર્તવ્ય જ છે તો મુનિને તે પૂજા કેમ કરવાની હોતી નથી ? આવો પ્રશ્ન ઉત્તમ મનવાળા હે શિષ્ય ! તું મનમાં કેમ લાવે છે ? આ પૂજા રોગીને ઔષધ સમાન છે. અને મુનિવરનો દેહ તો નિરોગી છે. તે ૮-૧૦ |
વિવેચન= ઉપરોક્ત લાંબી ચર્ચાથી એક વાત ફલિત થાય છે કે આત્મશુદ્ધિ અર્થે શાસ્ત્રાજ્ઞાનુસાર જિનપૂજા ઉપયોગની શુદ્ધિપૂર્વક ગૃહસ્થોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org