Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થ= તથા વલી તે મહાનિશીથ સૂત્રમાં જ દ્રવ્યસ્તવનનું શ્રેષ્ઠ ફળ પુણ્યબંધ દ્વારા બારમા દેવલોકનું કહ્યું છે. એમ દાનાદિ ચાર પ્રકારના દ્રવ્યધર્મોનું પણ ફળ બારમા દેવલોક સુધીનું કહ્યું છે. મેં ૯-૨ |
વિવેચન= આ દ્રવ્યપૂજા સાવદ્ય છે. તથા સપરિગ્રહ છે. તેથી તેના દ્વારા પુણ્યબંધ થાય છે. અને પૂજા કરતી વેળાએ આવેલી ઉપયોગશુદ્ધિએ કર્મોની નિર્જરા પણ થાય છે. ઉપયોગશુદ્ધિ લાવવામાં ગૃહસ્થો માટે દ્રવ્યપૂજા એ પણ એક પ્રબળ સાધન છે. માટે કર્તવ્ય છે. આ દ્રવ્યપૂજાથી ગૃહસ્થો વધુમાં વધુ બારમા દેવલોક સુધી જાય તેવું પુણ્ય બાંધે છે. અને તેનાથી જે ભાવનાની શુદ્ધિ થાય, તે દ્વારા કર્મનિર્જરા કરીને કેવલી થઈ મુક્તિપદ પણ પામે છે.
આ જ પ્રમાણે દાન-શીયળ-તપ અને ભાવનાત્મક ધર્માનુષ્ઠાનો કરવા દ્વારા ગૃહસ્થો પુણ્યબંધ કરીને એટલે કે શુભ યોગાત્મક (પ્રવૃત્તિરૂપ) ધર્મકાર્ય કરવા વડે બારમા દેવલોક સુધી જાય છે. તેનાથી ઉપર રૈવેયક અને અનુત્તરમાં જતા નથી. ગૃહસ્થ જીવન હોવાથી ત્રિવિધ-ત્રિવિધ સાવધ આરંભનો ત્યાગ સંભવતો નથી. જેથી મન-વચન-કાયાની યોગાત્મક ધર્મકાર્ય કરવાની શુભપ્રવૃત્તિ ઉત્તમ સાધુ જેવી નવવિધ પચ્ચકખાણવાળી હોતી નથી. માટે પુણ્યબંધ બારમા દેવલોક સુધીનો જ સંભવે છે. તેનાથી અધિક પુણ્ય બંધ થતો નથી. પરંતુ આત્માના અધ્યવસાયોની નિર્મળતા, કષાયોનો વિજય, અને આત્મદશાની જાગૃતિ સ્વરૂપ શુદ્ધ આત્મપરિણતિમય ઉપયોગાત્મક ભાવધર્મથી ગૃહસ્થવેશમાં રહેલા જીવો પણ ક્યારેક ક્ષપકશ્રેણી પ્રારંભીને કેવલી થઈ મુક્તિપદ પામે છે. સારાંશ કે ક્રિયાત્મક યોગ પ્રવૃત્તિ એ પુણ્યબંધનું કારણ છે. અને જ્ઞાનાત્મક ઉપયોગશુદ્ધિ એ નિર્જરાનું કારણ છે. ગૃહસ્થજીવનમાં મન-વચન-કાયાથી પાપ કરવું નહીં કરાવવું નહીં એમ દ્વિવિધ-ત્રિવિધ સાવદ્યયોગનો ત્યાગ સંભવે છે પણ અનુમોદનથી સાવઘયોગનું સેવન છુટતું નથી. કારણકે પૌષધ આદિ પ્રતિમા વહન કરવા વડે ઘર પરિવાર અને ધનાદિનો સંયોગ છુટી શકે છે પણ સંબંધ છુટતો નથી તેથી પુણ્યબંધ બારમા દેવલોક સુધીનો જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org