Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી
૨૦૩ વડે કરાતાં પૂજા આદિ શુભ ધર્માનુષ્ઠાનોને જોઈ જોઈને અનુમોદના કરનારા આત્માના દિનપ્રતિદિન ચઢતા જે પરિણામો થાય છે. તે કેવલી પરમાત્મા જાણે છે. કારણકે જે બાહ્ય સાવદ્ય-નિરવદ્ય સ્વરૂપ છે. તે છબસ્થ જોઈ શકે છે. પરંતુ અભ્યત્તર એવા આત્માના પરિણામોને છબસ્થ આત્મા જોઈ શકતો નથી. તે પરિણામો તો માત્ર કેવલી ભગવાન જ જાણી શકે છે.
પક્ષીને હણવાની બુદ્ધિથી બાણ મારનારાએ બાણ માર્યું પરંતુ બાણના અવાજથી કે બીજા કોઈ કારણે બાણ આવતાં પહેલાં પક્ષી ઉડી ગયું. અને પક્ષી ન વિંધાયું. તો પણ બાણ મારનાર હિંસક કહેવાશે અને તેને હિંસાનું પાપ લાગે જ છે. જો કે અહીં સ્વરૂપથી હિંસા નથી. પરંતુ અનુબંધથી હિંસા છે. રાત્રિના સમયે ડંડાસણના ઉપયોગ પૂર્વક પ્રવર્તતા મુનિને કદાચ જીવઘાત થઈ જાય તો પણ અલ્પદોષ લાગે છે. અને ડંડાસણના ઉપયોગ વિના પ્રવર્તમાન મુનિને કદાચ જીવઘાત ન થાય તો પણ અધિકદોષ લાગે છે. આ ઉદાહરણો વિચારતાં સ્વરૂપહિંસા કરતાં હતુહિંસા અને હેતુહિંસા કરતાં અનુબંધ હિંસા વધુ દોષદાયી છે. અને એવી જ રીતે અનુબંધ અહિંસા વધુ લાભદાયી છે. એમ સમજવું જોઈએ. / ૮-૮ || જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા | પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ || ૮-૯
! ૯૨ | વૃથા= ફોગટ, તિમ જાણ= તેમ જાણો, પૂજાને ઠાણ= પૂજાના સ્થાનમાં.
ગાથાર્થ નદી આદિના જળ ઉપર ચાલતાં મુનિના હૃદયમાં જળના જીવો ઉપર જે દયા છે તે ફોગટ નથી. તેમ પુષ્પાદિક દ્વારા જિનપૂજા કરતા ગૃહસ્થોને પણ પુષ્પાદિ ઉપર જે દયાવર્તે છે તે વૃથા નથી. તે ૮-૯ |
વિવેચન= મુનિમહારાજાઓને એક ગામમાં નિયતવાસાદિ ન આચરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો, વિહાર કરતાં નદી આવે તો નદી ઉતરવી, એક ઘરથી આહર ન લેતાં અનેક ઘરોથી ભ્રમરવૃત્તિએ આહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org