________________
૧૯૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
જે જે વ્યવહારોથી જ્યાં જ્યાં શુદ્ધસાધ્યની સિદ્ધિ થાય છે. તે તે વ્યવહારો ત્યાં ત્યાં શુદ્ધવ્યવહાર કહેવાય છે. એક વ્યવહાર એક જગ્યાએ ઉપકારક હોય તે જ વ્યવહાર બીજા સ્થાને ઉપકારક ન પણ હોય એટલે તે જ વ્યવહાર ત્યાં હેય બની જાય છે. જે જે સાંકળના અંકોડા પકડી પકડીને આપણે કૂવામાંથી બહાર આવ્યા, તે જ સાંકળના અંકોડા કૂવામાંથી બહાર આવ્યા પછી ત્યજી દેવાના હોય છે. જે ગાડીથી એક ગામથી બીજે ગામ ગયા તે જ ગાડી બીજે ગામ પહોંચ્યા પછી છોડી દેવાની હોય છે. તેની જેમ ચોથા-પાંચમા ગુણઠાણે રહેલા જીવો “સર્વસાવદ્યયોગના ત્યાગી નથી” તેથી ઘર-દુકાન માટે તથા સાંસારિક તમામ વ્યવહારો માટે આરંભ સમારંભવાળા જ છે. તેથી તેઓને અલ્પ આરંભ-સમારંભવાળી જિનપૂજાજિનભક્તિ આદિ ધર્મકાર્યો કરવાનાં જ હોય છે. સંસાર તરવાના ઉપાય રૂપે ઉપકારક છે. અને છઠ્ઠા-સાતમાં ગુણઠાણાવાળા સાધુમહાત્માઓ સાવઘયોગના સર્વથા ત્યાગી છે. તેથી તેઓને આરંભ-સમારંભવાળી આ જિનપૂજા અકર્તવ્ય છે. પરંતુ આરંભ-સમારંભ વિનાની વીતરાગ પરમાત્માની વાણીનો અભ્યાસ અને પ્રચાર કરવા રૂપ ભાવપૂજા કર્તવ્ય છે.
આ પ્રમાણે આરંભ સમારંભવાળાને અલ્પ સાવદ્યવાળું ધર્મકાર્ય કર્તવ્ય છે. અને આરંભ-સમારંભના ત્યાગીને સાવદ્ય ધર્મકાર્ય અકર્તવ્ય છે. આવી સુંદર અને સુદઢ વ્યવસ્થા પરમાત્માના શાસનમાં છે. છતાં જેઓ સ્વચ્છંદાચારી છે. ગીતાર્થોની નિશ્રા જેઓને પ્રાપ્ત થઈ નથી. સંવિજ્ઞ જ્ઞાની ગીતાર્થ ગુરુઓ પાસેથી ઉત્સર્ગ-અપવાદ માર્ગ ક્યારે કોણે કેમ પ્રવર્તવું ? તેનો અભ્યાસ કર્યો નથી અને કરતા નથી. અભ્યાસ કરવાની દરકાર રાખતા નથી. શાસ્ત્રોને ઓળવે છે. ચૈત્યપૂજા આદિ શબ્દોના પોતાને મન ફાવતા અર્થો કરીને માયા વિસ્તારે છે. અર્થાત્ આરંભ સમારંભના સર્વથા ત્યાગી એવા મુનિઓમાં કોઈક આત્માઓ મહાઆરંભ સમારંભવાળા આડંબરીય કાર્યોનું જેમ આયોજન કરે છે. તેમ કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org