Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે | પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે |
સ્વામી ! સીમંધરા વિનતિ. / ૧-૬ / અર્થની=ધનની, ઓળવે છુપાવે, પરમપદનો=મુક્તિપદનો, પ્રગટ=સાક્ષાત્, પંથ =માર્ગ
ગાથાર્થ= જે ગુરુઓ પોતાના સ્વાર્થો સાધવા માટે અર્થની દેશના આપે છે અને ધર્મના ગ્રંથો (માં કહેલી યથાર્થ હકીકત) ને ઓળવે છે (છુપાવે છે). તે ગુરુઓ પરમપદના સાક્ષાત્ ચોર (મોક્ષમાર્ગના ઉચ્છેદક) છે. આવા ગુરુઓથી જૈનશાસનનો આ માર્ગ કેમ વહન થાય ? | ૬ |
વિવેચન=જેગુરુઓ સાંસારિક સુખોનાં સાધનોની સાનુકુળતા મેળવવા, યશ-કીર્તિના પ્રલોભનથી પોતાની મોહની વાસનાને પોષવા અને ધનસંપત્તિ એકઠી કરવા-કરાવવા રૂપસ્વાર્થ સાધવા માટે અર્થપ્રધાન (ધનની પ્રધાનતાવાળી) દેશના આપે છે. ધનની પ્રાપ્તિ માટે જ ધર્માનુષ્ઠાનો પ્રત્યે આદરમાન બતાવે છે. જેઓનું દૃષ્ટિબિંદુ કેવળ અર્થ ઉપાર્જન તરફ જ છે. કયા ગામમાં, કયા ધર્મ અનુષ્ઠાનમાં કેટલું દ્રવ્ય ઉપાર્જન થયું? કેટલી કેટલી, ક્યાં ક્યાં આવક થઈ ? તેની જ જેઓ નિરંતર ચર્ચા કરે છે. અધિક દ્રવ્યોપાર્જનથી જેઓ રાજી થાય છે. દ્રવ્યવ્યય કરનારાઓ ઉપર જેઓ રાગી થાય છે. અને જ્યાં ઓછી આવક થાય ત્યાં જેઓ નારાજ થાય છે. આવા જે ગુરુઓ છે. તેઓ આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ અને પવિત્ર પ્રવૃત્તિ એ જ ધર્મ છે એવા યથાર્થ ઉપદેશને સમજાવનારા દશવૈકાલિક, આચારાંગ આદિ શાસ્ત્રગ્રંથોને પણ
ઓળવે છે. છુપાવે છે. જાણીબુઝીને આવા મહાગ્રંથોમાં કહેલા સાચા અર્થોને ઢાંકી દે છે. તે અર્થો ભક્તો સામે ખોલતા નથી. સમજાવતા નથી.
જેઓ પોતે ઊંડું ભણ્યા નથી. વ્યાખ્યાન આદિમાં ઊંડું જ્ઞાન પીરસતા નથી. આત્માની પવિત્રતા અને નિર્મળતા કરનારા તથા નિર્દોષ આચરણ સમજાવનારા એવા આચારાંગ આદિ મહાગ્રંથોમાં કહેલા ભાવો પ્રરૂપતા નથી. ફક્ત વાકછટા અને બોલવાની જોશિલી શૈલિથી જૈન સમાજને દ્રવ્ય-વ્યય તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org