________________
ઢાળ આઠમી અવર એક ભાખે આચાર, દયા માત્ર શુદ્ધ જ વ્યવહાર | જે બોલે તેહી જ ઉત્થાપે, શુદ્ધ કરું હું મુખ ઈમ જપે છે ૮-૧ |
!! ૮૪ || અવર= બીજો, ઉત્થાપક ઉખડે-દૂર કરે, જપ= કહે,
ગાથાર્થ= બીજા કોઈ એવો પ્રશ્ન કરે છે કે “દયા માત્ર પાળવી” એ જ એક શુદ્ધ વ્યવહાર છે. અને તે અમે શુદ્ધ રીતે કરીએ છીએ એમ મુખે બોલે છે. પરંતુ આવું જે લોકો બોલે છે તેઓ જ (પોતાના વર્તનથી) આ બોલને ઉત્થાપનારા છે. ૫ ૮-૧ |
વિવેચન= “દયા માત્ર પાળવી, એ જ શુદ્ધ વ્યવહાર છે.” એમ માનનારા કોઈક વાદીઓ કહે છે કે સર્વ આચારોમાં અહિંસા જ પ્રધાન છે. સર્વ ધર્મનું મૂલ દયા કહેલી છે. જીવોની હિંસા ન કરવી, રક્ષા કરવી, આહારાદિ આપવાં, કોઈપણ જીવોને દુઃખ ન પમાડવું, ઈત્યાદિ દ્રવ્યદયા પાળવી એ જ વાસ્તવિક ધર્મ છે. માટે દયા પાળવી એ જ શુદ્ધવ્યવહાર છે. અને તે જ ધર્મ જાણવો. (અર્થાત્ નિશ્ચયનય જાણવાની કે સાંભળવાની જરૂર નથી).
આવું જે દ્રવ્યદયાવાદીઓ બોલે છે. તે પોતે જ દયાના સાચા સ્વરૂપને ન જાણતા હોવાથી વાચા દ્વારા જે વચનો બોલે છે. તે જ વચનોને વર્તન દ્વારા ઉત્થાપે છે. અર્થાત્ ખંડિત કરે છે. તે આ પ્રમાણે
જે આત્માઓ દ્રવ્ય અહિંસા અને ભાવ અહિંસાને જાણતા નથી. તથા હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા અને અનુબંધ અહિંસાને જાણતા નથી. કેવળ લૌકિક રીતિ-નીતિ મુજબ અન્ય જીવોને ઘાસ-ચણ અને આહારાદિ આપીને જીવાડવા, મારવા નહીં અને મરાવવા નહીં તે જ અહિંસા છે. અને આ જ ધર્મ છે. આટલું જ જાણે છે. વાસ્તવિક તત્ત્વના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org