Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી
૧૮૯ નકામી છે એમ નિશ્ચયનયનું કહેવું છે. અને ભાવક્રિયાનો લક્ષ્ય રાખીને કરાતી દ્રવ્યક્રિયા ભાવક્રિયાને કાળાન્તરે લાવનાર છે. માટે દ્રવ્યક્રિયા પણ ફળવાળી જ છે. એમ વ્યવહારનયનું કહેવું છે.
- સાધ્યસાધનદાવ પૂર્વક બન્ને નયો જરૂરી છે. બન્ને પરસ્પર ઉપકારક છે. બન્ને નયોનો પરસ્પર સમન્વય છે. સાધ્યસાધનદાવ વિનાના આ બન્ને નયો નિરર્થક છે. ફળ શૂન્ય છે. તેથી એકાન્તદષ્ટિ ન પકડતાં સમન્વયાત્મક દૃષ્ટિવાળા બનવું એજ અનેકાન્તવાદ સમજવા-સમજાવવાનો સાર છે. તથા સમન્વયાત્મક દૃષ્ટિવાળાનું નરવ, જૈનત્વ, ધર્મકાર્યકારિત્વ, સફળ છે. એમ જાણવું. || ૭-૫ ||
સાતમી ઢાળ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org