Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી
૧૮૭ તેમ આ જીવ પણ આવા શુદ્ધ વ્યવહારો કરતાં કરતાં આત્માના શુદ્ધગુણોનો લાયોપથમિકભાવ વધારતાં વધારતાં પૂર્ણભાવમાં એટલે કે ક્ષાયિકભાવમાં આવે છે. પુનમનો ચંદ્ર જેમ બધી જ કલાઓથી ખીલી ઉઠે છે તેમ આ જીવ પણ પોતાના અનંત અનંત ગુણોના આવિર્ભાવથી ખીલી ઉઠે છે. // ૭-૪ | તે કારણ લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણી છે ! ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણી જી | એ વ્યવહારનયે મન ધારો, નિશ્ચયનય મત દાખ્યું છે ! પ્રથમ અંગમાં વિતિગિચ્છાએ, ભાવ ચરણ નવિ ભાખ્યું જીરે ૭-૫ //
|| ૮૩ છે. ગાથાર્થ= તે કારણોને લીધે લજ્જા આદિના કારણે પણ જે જીવો શીલવ્રત (ધર્મસંસ્કારો) ધારણ કરે છે તે જીવો ધન્ય છે. કૃતપુણ્ય છે. કૃતાર્થ છે. એવું મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. આ સઘળો વ્યવહારનય સમજવો. નિશ્ચયનયની દૃષ્ટિ, પહેલી ૧ થી ૪ ઢાળમાં સમજાવી છે. તે નયની દૃષ્ટિએ વિતિગિચ્છા હોય તો (આન્તરિક શુદ્ધિનો વિરહ હોય તો) ભાવચારિત્ર હોતું નથી. એમ પણ આચારાંગસૂત્રમાં કહ્યું છે. તે ૭-૫ |
વિવેચન= ઉપરની ગાથામાં સમજાવ્યા પ્રમાણે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ છે. ક્યારેક દ્રવ્યક્રિયા કરવા છતાં ભાવક્રિયા નથી પણ પ્રાપ્ત થતી. પરંતુ વેપાર કરે તે બધા કમાય જ એવો નિયમ નથી. છતાં કમાવાની ઈચ્છાવાળાને વેપાર કરવો જ પડે છે. ખેતી કરે તે બધા ધાન્ય મેળવે જ એવો નિયમ નથી. પરંતુ ધાન્ય મેળવવા ખેતી કરવી જ પડે છે. શાળામાં ભણે તે બધા પાસ થાય જ, એવો નિયમ નથી. તો પણ ભણવા માટે શાળામાં જવાનું જ હોય છે. તેવી રીતે દ્રવ્યક્રિયા કરે તે બધા ભાવક્રિયા પામે જ એવો નિયમ નથી. પરંતુ ભાવક્રિયા પામવાની ઈચ્છાવાળાએ દ્રવ્યક્રિયા અવશ્ય કરવી જોઈએ. આ ન્યાયે જે જે આત્માઓ લજ્જા-ભય આદિ કારણોથી પણ દ્રવ્યક્રિયા કરે છે. શીયળવ્રત (ધર્મસંસ્કારો) પાળે છે. શુદ્ધ વ્યવહારો આદરે છે. તે જીવો ખરેખર ધન્ય છે. કૃતપુણ્ય (પુણ્યશાળી) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org