Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી
૧૮૫
છે. અને તેના સાધનરૂપે કરાતો પુરુષાર્થ વિશેષ તે વ્યવહારનય છે. એકને જ્ઞાનનય અને બીજાને ક્રિયાનય પણ કહેવાય છે.
ચૌદ ગુણસ્થાનકોના આરોહણમાં ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, અને ૧૪ આ ગુણસ્થાનકો ઉપર ચઢવામાં બાહ્ય પ્રયત્ન વિશેષ બહુ કરવો પડતો નથી. આન્તરિક શુદ્ધિની વૃદ્ધિથી આ જીવ સહસા ચઢી જાય છે પરંતુ ૧-૪-૫-૬-૭-૧૩ આ ગુણસ્થાનકો ઉપર નીચેથી ઊંચે જવામાં આન્તરિક શુદ્ધિ તો જોઈએ જ, પરંતુ તે આન્તરિકશુદ્ધિ લાવવા માટે બાહ્ય પ્રયત્નવિશેષ પણ અતિશય આવશ્યક છે. આવા પ્રકારનો આન્તરિક પરિણતિની નિર્મળતાના હેતુભૂત જે બાહ્ય પ્રયત્ન વિશેષ-વ્યવહાર છે તે જ વ્યવહાર મુક્તિમાર્ગની અંદર ગુણસ્થાનકો ઉપર ચઢવામાં ઉપકારક છે. આવા વ્યવહારવાળો જીવ જ ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢે છે. અને અંતે કેવલી થઈ તેનો પોતાનો આત્મા પણ જિનવરરૂપ બને છે. આપણો આત્મા જ સ્વયં ભગવાન છે. ભગવાનરૂપ છે. અર્થાત્ રાગદ્વેષ આદિ દોષોથી રહિત શુદ્ધ-બુદ્ધ-સ્કૂટિકારત્ન જેવો નિર્મળ છે. એમ તે આત્મા પોતાના આત્માનું જિનવરપણું દેખે છે. ગુણસ્થાનકો ઉપર ચઢવાનો જે આ પ્રયત્નવિશેષ છે તે જ શુદ્ધવ્યવહાર કહેવાય છે.
જેમ કે મિથ્યાત્વગુણસ્થાનકે રહેલો જીવ હિતકારકને અહિતકારક અને અહિતકારકને હિતકારક સમજે છે. તેથી જ પુદ્ગલાનંદી થઈને ભવોમાં રખડે છે. પરંતુ તેવા જીવોની તથા ભવ્યતા જ્યારે પાકે છે. ભવપરિપાક જ્યારે થાય છે. ત્યારે જ સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે. સદ્ગુની પાસે જવું, સત્તાસ્ત્રો સાંભળવાં, સબોધ હૈયામાં ધારણ કરવો, સમ્યજ્ઞાનનો પ્રેમ જાગવો, નિરંતર અધ્યાત્મશાસ્ત્રો વાંચવા અને સાંભળવાં, તેનું ચિંતન મનન કરવું, તેના પ્રમાણે જીવન સદાચારી બનાવવું, રાગવૈષ આદિ કષાયોને મંદ કરવા, ગ્રંથિભેદ કરવો, જ્ઞાનવૃદ્ધિ માટે પુસ્તકો લખવાં લખાવવાં છપાવવા ઈત્યાદિ જે સઘળો વ્યવહાર (ધર્મક્રિયા) કરાય છે. તે પહેલા ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે ચઢવા માટેનો અંશે અંશે મુક્તિમાર્ગમાં હેતુભૂત શુદ્ધ વ્યવહાર છે તે આદરણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org