Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
એવી જ રીતે ચોથથી પાંચમે ગુણસ્થાનકે જવા માટે આન્તરિક શુદ્ધિ રૂપે અપ્રત્યાખ્યાનીય કષાયનો વિજય કરવો જરૂરી છે. અને બાહ્યથી શ્રાવકનાં બાર વ્રતો ઉચ્ચરવાં, તેમાં કહ્યા પ્રમાણે આચારો પાળવા અને બાધક આચારો ત્યજવા, એ સ્વરૂપ જે વ્યવહારો કરાય છે. તે ચોથથી પાંચમે જવાના શુદ્ધ વ્યવહારો છે. આ પ્રમાણે ૫-૬-૭ અને ૧૩ માના વ્યવહારો ગુરુગમથી જાણી લેવા. આવા પ્રકારના શુદ્ધ વ્યવહારો, ઉપરઉપરના ગુણસ્થાનકોમાં ચઢવા માટે નિસરણીની જેમ આલંબન રૂપે અતિશય આવશ્યક છે. તથા જેમ જેમ ઉપર ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત થતું જાય છે. તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકના વ્યવહારો આદરવાના હોય છે. અને નીચે નીચેના વ્યવહારો (જે પૂર્વે સ્વીકાર્યા હતા તે વ્યવહારો) ત્યજવાના હોય છે. ઉપરના વ્યવહારો સ્વીકારવાના છે. અને નીચેના વ્યવહારો (સારા હોવા છતાં પણ હવે) ત્યજી દેવાના છે.એમ આ જીવ ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢીને કેવલી થઈ મુક્તિગામી થાય છે.
૧૮૬
આ પ્રમાણે ઉપરના ગુણસ્થાનકે ચઢવા માટેના જે શુદ્ધવ્યવહારો છે. તે બાહ્યક્રિયાસ્વરૂપ હોવાથી દ્રવ્યક્રિયા કહેવાય છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતી આન્તરિક શુદ્ધિ તે ભાવક્રિયા છે. દ્રવ્યક્રિયા બે પ્રકારની હોય છે. એક ભાવક્રિયાનું કારણ બને તેવી, અને બીજી જે દ્રવ્યક્રિયા, ક્રિયા માત્ર રૂપે જ રહે, ફળ ના આપે તેવી, જેમ ગાડી ચલાવવાથી ગ્રામાન્તર પહોંચાય છે. ગ્રામાન્તર પહોંચવામાં ગાડી ચલાવવી એ દ્રવ્યક્રિયા છે. પરંતુ ગાડી ગ્રામાન્તર ભણી ચલાવવી તે પ્રથમની દ્રવ્યક્રિયા છે. જે ફળ આપનાર છે. અને ગ્રામાન્તરનું લક્ષ્ય રાખ્યા વિના ગાડી ચલાવ્યા જ કરવી તે બીજી દ્રવ્યક્રિયા છે. જે ફળ આપવામાં વ— છે. આવા પ્રકારની આ ચર્ચાથી સમજાશે કે ગ્રામાન્તરને સન્મુખ રાખીને તેના લક્ષ્યાનુસાર કરાતી ગાડી ચલાવવાની ક્રિયા ફળ આપનારી છે. તેની જેમ જે જે શુદ્ધ વ્યવહારની દ્રવ્યક્રિયાઓ આ જીવ ભાવક્રિયાને સન્મુખ રાખીને (તેનું લક્ષ્ય રાખીને) કરે છે. પ્રતિપાલન કરે છે. તે જીવ શુક્લ બીજનો ચંદ્રમા જેમ પૂર્ણ થાય છે એટલે કે શુક્લબીજની ચંદ્રમાની કલાઓની વૃદ્ધિ થતાં થતાં પુનમનો ચંદ્રમા પૂર્ણ ભાવમાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org