Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
६८
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત तद् ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥
જે જ્ઞાન આવે છતે રાગ-દ્વેષાદિ શત્રુગણ રહેતા હોય (ટકતા હોય) તો તે જ્ઞાન એ જ્ઞાન જ ન કહેવાય. સૂર્યનાં કિરણોની આગળ અંધકારની રહેવાની શક્તિ શું સંભવતી હશે ? અર્થાત્ ન જ હોય. તેમ જ્યાં સમ્યગૂજ્ઞાન હોય ત્યાં રાગાદિ ન હોય, અને જ્યાં રાગાદિગણ હોય ત્યાં સાચું જ્ઞાન ન હોય. જ્ઞાનસાર અષ્ટકમાં પણ કહ્યું છે કે
स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते ।
ध्यान्ध्यमात्रमतस्त्वन्यदिति चोक्तं महात्मना ।
જે જ્ઞાન આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ બને છે. તે જ જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે. એનાથી બાકીનું બધું જ્ઞાન એટલે કે મોહયુક્ત જ્ઞાન અથવા મોહ વધારે એવું જ્ઞાન એ બુદ્ધિનું અંધપણું અર્થાત્ દેવાળું જ માત્ર છે. એમ મહાત્મા પુરુષોએ કહ્યું છે. જે
આ પ્રમાણે આત્મતત્ત્વનું જે ઉત્કૃષ્ટ જ્ઞાન એ જ ચારિત્ર છે. એ જ સંવર છે. અને એ જ મોહના નાશનું પ્રબળ સાધન છે. જે ૩-૩ /
આ બાબતમાં ભગવતીસૂત્રની સાક્ષી આપે છેભગવાઈ અંગે ભાખિઓ, સામાયિક અર્થ સામાયિક પણ આતમા, ધરો સુધો અર્થ છે ૩-૪ ||
આતમતત્ત્વ વિચારીએ તે ૨૫ / ભગવઈ= ભગવતી સૂત્ર, સુધો અર્થ= શુદ્ધ અર્થ, સ્પષ્ટ અર્થ, ભાખીઓ= કહ્યો.
ગાથાર્થ= ભગવતી નામના પાંચમા અંગમાં “આત્મા એ જ સામાયિક છે” એમ સ્પષ્ટ કહ્યું છે. આવા શુદ્ધ અર્થને મનમાં ધારણ કરો. || ૩-૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org