Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ સાતમી જે મુનિવેશ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીના જી ! તે પણ મારગમાંહે દાખ્યા, મુનિ ગુણ પક્ષ લીનાજી | મૃષાવાદ વિકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપે જી ! વંદે, નવિ વંદાવે, મુનિને, આપ થઈ નિજરૂપે જી ! ૭-૧ |
! ૭૯ // ગાથાર્થ= દીક્ષા ગ્રહણ કર્યા પછી જે જીવો ચારિત્ર અને તેના આચારોમાં ન્યૂન છે. તથા સાધુવેશનો ત્યાગ કરી ગૃહસ્થપણામાં જવા ઈચ્છતા નથી. તથા મૃષાવાદ બોલવો તે સંસાર વધારવાનું કારણ છે. એમ સમજી ખોટી રીતે પોતાના દોષોનો બચાવ કે ઉત્સુત્ર પ્રરૂપણા કરતા નથી. પરંતુ શુદ્ધમાર્ગની દેશના આપે છે. પોતે અન્ય મુનિઓને વંદન કરે છે પરંતુ અન્ય મુનિઓ પાસે વંદન કરાવતા નથી. તથા પોતાનાથી ન પાળી શકાતા આચારોની શિથિલતામાં પોતે એકલા વર્તે છે. અન્યને જોડતા નથી. તેવા તથા મુનિપણાના ગુણોના જે પક્ષપાતી (અતિશય રાત્રી) છે. તેઓને જૈનશાસનના માર્ગમાં “સંવિજ્ઞપાક્ષિક” તરીકે ચાલનારા અર્થાત્ આરાધક કહ્યા છે. ૭-૧ |
વિવેચન= જે આત્માઓએ વૈરાગ્યભાવથી સંસારને અસાર જાણીને સંવેગ-નિર્વેદના પરિણામ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી છે પરંતુ વૃદ્ધાવસ્થા આવતાં માનસિક બળ કે શારીરિક બળ ઢીલું પડતાં અથવા અન્ય કોઈ કારણોની પરવશતાને લીધે ચારિત્રના આચારો પાળવામાં અને સાધુપણાની ઉત્કટ ક્રિયાઓનો વ્યવહાર કરવામાં જેઓ અસમર્થ બન્યા છે, તથા સાધુપણાનો વેશ છોડીને ઘરે જવામાં કે સંસારમાં જવામાં લજ્જા પામવા પૂર્વક મન ડંખે છે. અથવા વેશ છોડીને ઘરમાં કે સંસારમાં જઈશું તો વધારે આરંભ-સમારંભના દોષોવાળા થઈશું, આરંભ સમારંભના દોષો ત્યજીને હવે દોષોવાળા કેમ થવાય ? એમ સમજીને દોષાના ભયથી વેશ છોડવાની પણ ઇચ્છા થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org