Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૧
શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ સાતમી મુનિ ગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાળે જી / તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાળે જી આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકે જી ! એ દુર્ધર વ્રત એહનું દાખ્યું, જે નવિ ફુલે ફોકે જી ! ૭-૨ |
૮૦ || ગાથાર્થ= જે જે આત્માઓ મુનિપણાના ગુણોના રાગમાં પૂરેપૂરા શૂરવીર છે. યથાશક્તિ જયણા અવશ્ય પાળે છે. આવા પ્રકારના ગુણોના પક્ષપાતવાળા જીવો શુભભાવથી પોતાનાં કર્મોને ખપાવે છે. પોતાની લઘુતા (નિર્બળતા) લોકો સમક્ષ માન મૂકીને જે જણાવે છે. તે પણ દુર્ધર વ્રત છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આવા મુનિઓ ફોગટ ફુલાતા નથી. તે ૭-૨ // || ૮૦ ||
વિવેચન= જે જે આત્માઓ સંયમ લીધા પછી માનસિક બળ કે શારીરિક બળની હીનતાના (દુર્બળતાના) કારણે શાસ્ત્રાજ્ઞા મુજબ સંયમ પાળવાને અસમર્થ છે. નિર્દોષ શુદ્ધ ચારિત્ર પાળવામાં સમર્થ નથી. પરંતુ અન્ય શુદ્ધ સંયમી મુનિઓના જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય આદિ ગુણો પ્રત્યે વિનય બહુમાન તથા ભક્તિભાવ પૂર્વક અતિશય અહોભાવ છે. તેઓના ગુણોનો પક્ષ કરવામાં અતિશય શૂરવીર છે. ક્યાંય પણ તેવા ગુણીઓની નિંદા કરે નહીં અને અન્ય કોઈ નિંદા કરે તો તે સહન કરે નહીં. તથા યથાશક્તિ કોઈ પણ અન્ય જીવની હિંસા ન કરવી કે કોઈનું પણ મન ન દુભાવવું એવી ઉત્તમ જયણા પાળનારા છે. શ્રેષ્ઠ જયણા પાળતા થકા યથાશક્તિ આચારમાં પ્રવર્તનારા છે, તેવા તે આત્માઓ પોતાના આત્માની શુદ્ધ પરિણતિથી કર્મક્ષય કરવાવાળા છે. જેમ પાણીમાં કાચલીને હોડી બનાવનારા અઈમુત્તા મુનિ, પર્વાદિ તિથિએ વધારે આહાર કરનારા કુરગડુ ઋષિ વગેરે આત્માઓની જેમ આ આત્માઓ પણ શુદ્ધ પરિણતિથી કર્મક્ષય કરવાવાળા અને નિશ્ચયથી આરાધક છે.
કારણ કે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે પ્રસિદ્ધ એવું શુદ્ધ સંયમ પાળવાના સંબંધમાં માન મૂકીને પોતાનું નિર્બળપણું લોકોમાં પ્રકાશિત કરવું એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org