Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૦
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા પોતાના દોષોને છુપાવવા દોષોનો બચાવ થાય તેવી ધર્મદેશના જો આપીશું તો અનંતભવો સંસારમાં વધી જશે, એમ મૃષાવાદને સંસારવૃદ્ધિનું કારણ માનીને સૂત્રાનુસારિણી જ ધર્મદેશના જેઓ આપે છે. શુદ્ધ ધર્મની જ પ્રરૂપણા કરે છે. પોતે પોતાના દોષાનો બચાવ તો ન કરે, પરંતુ સમય આવે દોષો પ્રગટ કરીને પોતાના દોષોની નિંદા ગઈ આલોચના અને પ્રાયશ્ચિત્ત કરે છે. પોતે જાતે અન્ય ગુણવંત મુનિઓને વંદના કરે છે. પરંતુ તેવા ગુણવંત અન્ય મુનિઓ પાસે પોતે વંદના કરાવતા નથી. પોતાનાથી ન જ પાળી શકાતા એવા આચારોમાં શિથિલ થઈને (નિજરૂપે) પોતે એકલારૂપે શિથિલપણામાં રહે છે. પરંતુ પોતાનો શિષ્ય પરિવાર વધારતા નથી. જો કોઈને તેઓની પાસે દીક્ષા લેવાનું મન થાય તો શિથિલાચાર રહિત શુદ્ધચારિત્રવાળા મુનિઓ પાસે મોકલે છે, પણ પોતે શિષ્ય કરતા નથી, એવા જે સાધુઓ પોતે આચારમાં શિથિલ હોય પરંતુ મુનિઓના ગુણોના પક્ષપાતી હોય. નિર્દોષ ચારિત્રવાળાને જ મહત્ત્વ આપનારા હોય તેવા મુનિઓ જૈનશાસનમાં “સંવેગપાક્ષિક” (વૈરાગ્યવાહી આત્મા) કહેવાય છે. તથા આરાધક કહેવાય છે.
તેવા મુનિઓને પણ જૈનશાસનના માર્ગને અનુસરનારા અર્થાત્ “માર્ગાનુસારી” કહેવાય છે. ઉન્માર્ગગામી કહેવાતા નથી. તે પણ પૂર્ણ આરાધક ભલે નથી પરંતુ આરાધકભાવ વાળા છે. તેથી માન્ય છે. જૈનશાસનમાં લગભગ સર્વત્ર પરિણામધારાને અર્થાત્ પરિણતિને જ પ્રધાન માનવામાં આવી છે. જેની જેની પરિણતિ ઉત્તમ છે. તેની પ્રવૃત્તિ (બાહ્ય આચાર) અવશ્ય શુભ જ હોય, કદાચ કોઈ કારણસર અશુભ આચાર હોય તો તે પણ શારીરિકાદિ સંજોગોની પરવશતાથી અથવા અજવ્યક્તિઓની પરાધીનતાથી જ હોય છે. પરંતુ પોતાના પરિણામથી (પાપ રસિકભાવે) અશુભ પ્રવૃત્તિ હોતી નથી. સંવેગપાક્ષિક જીવોમાં આ જ એક ખાસ વિશેષતા છે. || ૭-૧ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org