________________
૧૭૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કદાચ દુઃખ થાય. પરંતુ આત્મહિતાર્થી આત્માઓએ આ ગાથાઓને આવો સીધો અર્થ ગ્રહણ કરવો કે જો આપણામાં આવા દોષો નથી તો આ આપણને કહેતા જ નથી. દોષિતને જ કહે છે. તો આપણે શા માટે રોષાયમાન થવું ? અને જો આપણામાં આવા કોઈ દોષો છે. તો આવા મહાત્મા પુરુષો આપણને હિતશિક્ષા આપે, તે સાવધાનીથી સાંભળવી જોઈએ. અને આવી હિતશિક્ષા સાંભળવા મળે તેવાં આપણાં અહોભાગ્ય પણ ક્યાંથી ? આવા મહાત્માઓ આત્માના હિત માટે જ હથોડા નહી મારે તો બીજાં કોણ આવા હથોડા મારશે ? સામાન્ય માણસનું તો આપણને કહેવાનું ગજુ જ શું ? તેને તો આપણે દૂરથી જ ઉતારી પાડીએ. તેથી આવું કડવું પણ અતિશય ઉપકારક સત્ય વચન કહેવા બદલ તેઓનો અમારા ઉપર પરમ ઉપકાર છે. અમે તેઓના ઋણી છીએ. આવા વિચારો હૃદયમાં લાવવા. સરળસ્વભાવી, સરળહૃદયી બની, ઉપકારી મહાત્મા પુરુષોનાં અર્થગાંભીર્યયુક્ત વચનોનો આત્મહિતકારી અર્થ જ મનમાં વિચારવો. જેથી આપણા આત્માનું અવશ્ય કલ્યાણ જ થાય. / ૬-૧૫ /
છઠ્ઠી ઢાળ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org