Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી
૧૨૭
માટેની હોય છે. આત્મશુદ્ધિ માટે હોતી નથી. તેથી દાંભિક છે અને પુણ્ય બંધાવા દ્વારા સ્વર્ગીય સુખહેતુ બનતી છતી તે દ્રવ્યદયા કાળાન્તરે સંસારહેતુક જ બને છે. ।। ૪-૧૨ |
મોહના વિકારો વિનાનો શુદ્ધાત્મતત્ત્વનો અનુભવ એ જ સર્વશ્રેયસ્કર માર્ગ છે. તે સમજાવે છે
યોગ ।
સર્વ આચારમય પ્રવચને, જાણ્યો અનુભવ તેહથી મુનિ વમે મોહને, વળી અતિ-રિત શોગ ॥ ૪-૧૩ ॥ શુદ્ધ નય અર્થ મન ધારીએ ॥ ૪૯ 11
ગાથાર્થ= આ કારણથી સર્વ પ્રકારના ઉત્તમ આચારમય એવા જૈન પ્રવચનમાં આત્મતત્ત્વનો “અનુભવ યોગ” એ જ શ્રેષ્ઠ કહ્યો છે. કે જે આત્માનુભવથી મુનિરાજ મોહને વમે છે. (દૂર કરે છે) અને વળી અરિત-રિત તથા શોકને પણ દૂર કરે છે. | ૪-૧૩ ||
વિવેચન= દ્રવ્યહિંસા પાપબંધનો હેતુ છે. ભાવહિંસા પાપબંધની નિકાચનાનો હેતુ છે. દ્રવ્યદયા પુણ્યબંધનો હેતુ છે. અને ભાવદયા સંવરનિર્જરાનો હેતુ છે. માટે ભાવદયા સર્વથી વધારે શ્રેયસ્કર છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા તો હેય છે જ. પરંતુ દ્રવ્યદયા અને ભાવદયામાં પણ વ્યવહારથી દ્રવ્યદયા કર્તવ્ય છે અને નિશ્ચયથી ભાવદયા કર્તવ્ય છે. દ્રવ્યદયા, પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરનારી હોવા છતાં પરજીવને એક ભવ પૂરતી જ રક્ષક છે. સંપૂર્ણપણે મૃત્યુને અટકાવનારી નથી. તથા ક્રોધમાનાદિના અનેક સંકલ્પ-વિકલ્પોવાળી છે. જ્યારે ભાવદયા પરજીવના ભાવપ્રાણોની સદા રક્ષક છે. મૃત્યુને સંપૂર્ણપણે રોકનાર છે. (મૃત્યુ જ ન આવે એવી સ્થિતિ આપનાર છે) તથા આ ભાવદયા સંકલ્પ-વિકલ્પોથી રહિત શુદ્ધ જ્ઞાનદશામાં આત્માને પ્રવર્તાવના૨ છે. તેથી જૈનપ્રવચનોમાં દયા-દાન-પચ્ચક્ખાણ-ત્યાગ આદિ સર્વ પ્રકારની ધર્મકરણીના આચારોમાં કષાયરહિત નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ કરવો એને જ કલ્યાણકારી તત્વ કહેલું છે. એમ માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org