________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧૫૫ આ ધર્મક્રિયાઓ કરતાં તેનું ફળ મળશે કે નહીં મળે ? એવો તેના વિષે મનમાં સંદેહ કરવો એ પણ અનંત સંસાર વધારે છે. કારણ કે સંદેહ કરવાથી ચિત્ત ડામાડોલ થાય છે. અશ્રદ્ધા વધે છે. ક્રિયા કરવામાં ચિત્ત ઉદ્વેગ પામે છે અને અંતે ક્રિયા હાથમાંથી છૂટી જાય છે. આચારાંગ સૂત્રના લોકસાર નામના પાંચમા અધ્યયનમાં સ્પષ્ટ કહ્યું છે કે- વિતિનિચ્છા સમાવના સખા નંદડું સાહિં= શંકા-કાંક્ષા અને વિતિગિચ્છા આદિ દોષોને પામેલા આત્માઓ સમાધિ રૂપ ધર્મને પામતા નથી.
તથા જ્યાં ફળ મળવાની શંકા હોય, અર્થાત્ ફળ મળે પણ ખરું અને કદાચ ન પણ મળે. આવું કાર્ય હોય, ત્યાં પણ ફળના અર્થીજીવો ઉપાય (સાધન) સેવવાનો જ પ્રયત્ન કરતા હોય છે. જેમ કે(૧) ઘરાક આવે અથવા ન પણ આવે, પરંતુ દુકાન ખોલવાની જ હોય છે. (૨) ધાન્ય ઉગે અથવા કદાચ ન પણ ઉગે, પરંતુ ખેતી કરવાની જ હોય છે. (૩) યુદ્ધ થાય અથવા ન થાય પરંતુ લશ્કર (તૈયાર) રાખવું જ પડે છે.
આવા પ્રકારનાં અનેક ઉદાહરણો છે. કાર્યના અર્થીએ કારણ સેવવું જ જોઈએ, કારણ સેવવા છતાં (અન્ય કારણ સામગ્રીના અભાવે) કદાચ કાર્ય ન પણ થાય. તેવી જ રીતે આત્મતત્ત્વની પ્રાપ્તિના અર્થી જીવે ધર્મક્રિયા કરવા રૂપ ઉપાયભૂત વ્યવહાર આદરવો જ જોઈએ. ભાવપરિણામ આવવાસ્વરૂપ કારણોત્તરના અભાવે કદાચ નિર્જરારૂપ ફળ ન પણ મળે. છતાં ભાવપરિણામ આવવાનો જો કોઈ રાજમાર્ગ હોય તો ક્રિયા કરનારા જીવોમાં જેટલો સંભવિત છે. એટલો ક્રિયા ન કરનારામાં સંભવતો નથી. તેથી ફળ મળશે કે નહીં મળે ? એવો સંશય કરવાથી પણ આ જીવ અનંતસંસારી થાય છે. તે પ-૧૨ .
પાંચમી ઢાળ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org