Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ છઠ્ઠી
૧૭૧
કોઈ સજ્જન પુરુષો તેમને આવા પ્રકારના અહિતથી વારવા માટે સાચા મુનિજન કેવા હોય ? તેના ગુણો શાસ્ત્રાનુસારે સંભળાવે છે. અથવા એવા ગુણીયલ મહાત્માઓના ગુણો અને ગુણોનો પ્રભાવ તેઓની સામે જ્યારે ગાય છે. ત્યારે દુર્બુદ્ધિ ત્યજી દઈને સબુદ્ધિ લાવવી જોઈએ. પરંતુ સદ્ગુદ્ધિ લાવવાને બદલે અનાર્ય (આત્મતત્ત્વના સંસ્કાર વિનાના) એવા તેઓ મુનિજનના ગુણો ગાનારા એવા તે સજ્જન પુરુષો ઉપર રોષાયમાન થાય છે. ખરેખર મોહરાજાની પ્રબળતા અને અશુદ્ધ વ્યવહારનું આચરણ આવા આત્માને અતિશય નીચે પછાડે છે. અરેરે ! આ મોહરાજાની પ્રબળતા ક્યારે ઘટશે ? | ૬-૯ ||
અણુસમ દોષ જે પરતણો, મેરૂ સમાન તે બોલે રે । જેહ શું પાપની ગોઠડી, તેહ શું હિયડલું ખોલે રે ॥ ૬-૧૦ II તુજ વિણ ગતિ નહીં જંતુને ॥ ૭૩ 11 અણુસમ= પરમાણુ જેવડો, ગોઠડી= મિત્રતા, ખોલે= વ્યક્ત કરે.
ગાથાર્થ= ૫૨વ્યક્તિના પરમાણુ જેવડા દોષને તેઓ મેરૂ સમાન કરીને બોલે છે. અને જેઓની સાથે મોહદશાવર્ધક પાપની મિત્રતા છે. તેઓની પાસે હૈયુ ખોલીને પાપદશાનો વધારો જ કરે છે. ॥ ૬-૧૦ ||
વિવેચન= પોતાનામાં યથાર્થ જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય, આત્મતત્ત્વનો લક્ષ્ય અને પરોપકારપરાયણતા આદિ ગુણો આવ્યા નથી. અને ગુણવત્તા વિના જ સ્વપ્રસિદ્ધિ તથા સ્પપ્રતિષ્ઠા માટે મિથ્યા અહંકાર જેઓમાં પ્રગટેલો છે. તે આત્માઓ હંમેશાં પોતાની જાત ઉંચી રાખવા માટે અન્ય મહાત્માઓમાં સંજોગવશ ક્યારેક કોઈક આંશિક દોષ સેવાઈ ગયો હોય અથવા સંજોગોની પરવશતાના કારણે કોઈ દોષ સેવવો પડતો હોય, તેવા મહાત્માઓના તે પરમાણુ જેવડા નાના દોષને વધારી વધારીને મેરૂ જેવડો મોટો દોષ કરીને જગતમાં કહેતા ફરે છે. જેથી મહાત્માઓની લઘુતા થાય અને પોતાની મોટાઈ વધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org