Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા પોતે પોતાના અજ્ઞાનમૂલક અને સંમોહમૂલક પાપ વ્યાપારો આચરવા માટે પોતાના સરખે સરખા વિચારવાળા પાપબુદ્ધિ યુક્ત મિત્રોની સાથે ગોઠડી કરીને તેઓની સાથ-સહકાર લઈને હૈયુ ખોલે છે. મહાત્માઓના દોષો ગાવાની કરેલી કરણીનો પ્રેમપૂર્વક વિવિધ વાર્તાલાપ કરે છે અને પોત-પોતાના ભાવિના મતલબો (સ્વાર્થો) સાધવા માટે તથા કેવળ ધનાર્થે જ માયા કપટ પૂર્વક અનેકવિધ ધર્મકાર્યોનું વિશાળ આયોજન કરે છે. રત્નત્રયીની સાધનાને બદલે મોટા આયોજનોમાં જ જેઓનો સમય પસાર થાય છે. આવા આત્માઓ જ્ઞાનીગીતાર્થ અને સંવેગપાક્ષિક મહાત્માઓથી સદા દૂર જ રહે છે અને સ્વાર્થી પાપિષ્ટ તથા મોહાન્ય મિત્રોની સાથે પ્રેમ બાંધનારા હોય છે. તે ૬-૧૦ છે.
સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાળા રે | તે અતિ નિબિડ મિથ્યામતિ, બોલે ઉપદેશ માલા રે ૬-૧૧ /
તુજ વિણ ગતિ નહી જંતુને ! ૭૪ | થાપે= નવા શરૂ કરે, ચાળા= વ્યવહારો, અતિનિબિડ= અત્યન્તગાઢ.
ગાથાર્થ= જે શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે, અવિધિ પૂર્વકના વ્યવહારો ચલાવે. તે આવા પ્રકારના અશુદ્ધ આચારવાળા મુનિઓ અત્યન્ત ગાઢ મિથ્યાત્વવાળા છે. એમ ઉપદેશમાળા ગ્રંથમાં કહ્યું છે.
વિવેચન= અશુદ્ધ વ્યવહારવાળા મુનિઓ કેવા હોય છે ? તે વાત વધુ સ્પષ્ટ સમજાવતાં કહે છે કે આગમવ્યવહાર-શ્રુતવ્યવહાર વગેરે પૂર્વે કહેલા પાંચ પ્રકારના વ્યવહારો શાસ્ત્રોક્ત છે. તેની અવગણના કરીને સ્વેચ્છાચારી પણે પોતાના મનમાં ઉઠેલી વિષય, કષાય અને ધનાદિની વાસનાને પોષનારુ વર્તન કરનારા તથા અમે શાસન પ્રભાવના અર્થે આ ધર્મપ્રચાર કરીએ છીએ એવો માયાપૂર્વક સ્વબચાવ કરવાની વાણી બોલનારા આ આત્માઓ હોય છે.
ભક્તવર્ગ વધારવા માટે, તેઓમાં પ્રીતિ વિશેષ પ્રાપ્ત કરવા માટે, લોકરંજન અર્થે અને તે દ્વારા મનમાન્યા ભાવો પોષવા માટે અવિધિપૂર્વકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org