Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૫
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી વાત જણાવેલી છે. તથા યથાર્થ સાધુધર્મનું આચરણ કરનારા આત્માઓ બાહ્ય અને અભ્યન્તર એમ બન્ને પ્રકારે અત્યન્ત નિઃસ્પૃહપણે કેવળ આત્માર્થ સાધક સ્વાધ્યાયમાં રક્તપણે પ્રવર્તે છે. આવા શ્રાવક અને સાધુ જે હોય તે ઉત્તમ જાણવા. જ્યારે આ અશુદ્ધ આચારવાળા જે મુનિઓ ધનવાનોમાં પ્રીતિ મેળવી, ઘણા આરંભ સમારંભવાળાં, છએ કાયોની હિંસાવાળાં, સાવદ્યકાર્યો કરવા કરાવવામાં અને સ્વપ્રશંસા તથા પરનિંદા કરવા કરાવવામાં જ રચ્યાપચ્યા રહે છે. તેવા આત્માઓ ઉભય ભ્રષ્ટ જાણવા અને આવા પાપાચરણોથી આત્માર્થસાધક રત્નત્રયીનું ધન હારી ગયેલા એવા તેઓ નિધન થયા છતા ચારે ગતિમાં રખડનારા (અનંત જન્મમરણની પરંપરા વધારનારા) જાણવા. ૬-૧૩ | સાધુ ભગતિ જિન પૂજના, દાનાદિક શુભ કર્મ રે ! શ્રાવક જન કહ્યો અતિ ભલો, નહીં મુનિશે અધર્મે રે I ૬-૧૪
તુજ વિણ ગતિ નહીં જંતુને ! ૭૭ | ગાથાર્થ= ૧ સાધુસંતોની ભક્તિ કરનારા, ૨ જિનેશ્વર પ્રભુની પૂજા કરનારા, ૩ દાન શીયળ આદિ શુભકાર્યો કરનારા શ્રાવકો સારા જાણવા. પરંતુ મુનિનો વેશ સ્વીકારીને અધર્મમાં વર્તે તે સારા ન જાણવા. // ૬-૧૪ /
વિવેચન= પુણ્યોદયથી અને સ્વ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલા પોતાના ધનથી ધર્મનાં કાર્યો કરનારા શ્રાવકો, અને ધનનો તથા સાવઘયોગનો માવજીવ ત્યાગ કરીને પારકા ધનથી આડેબરીય સાવદ્યકાર્યો કરનારાકરાવનારા મુનિઓ, આ બન્નેમાં શ્રાવકો શ્રેષ્ઠ છે. પરંતુ અધર્મમાં વર્તનારા વેશધારી મુનિઓ સારા નથી એમ આ ગાથામાં જણાવે છે.
સાવઘયોગના કાર્યો મન વચન કાયાએ કરીને સર્વથા ન કરવાં, ન કરાવવાં અને ન અનુમોદવાં એવાં લાવજીવનાં પચ્ચખાણો કરીને, બાહ્યપરિગ્રહનો સર્વથા ત્યાગદર્શક એવો વીતરાગ પ્રભુ પ્રદર્શિત સાધુવેશ પહેરીને જે આત્માઓ અનેક ધનવાનોને વાચ્છટાથી આકર્ષી તેઓના ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org