Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ છઠ્ઠી અવર ઈસ્યો નય સાંભળી, એક ગ્રહે વ્યવહારો રે. મર્મ ક્રિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે II ૬-૧ તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે જીવીએ તુજ અવલંબને, તું સાહેબ ચિરંજીવો રે I ૬-૨ //
તુજ વિણ ગતિ નહી જંતુને- ૬૪-૬૫ / અવર= બીજો પુરુષ, ઈસ્યો= આવો, મર્મ ફલિતાર્થ, દ્વિવિધ બે પ્રકારનો, ગતિ= શરણ, જગજંતુનો= જગતના જીવોને, અવલંબને આધારે.
ગાથાર્થ= વળી કોઈ અન્ય શિષ્ય આવા પ્રકારના વ્યવહારનયનું સ્વરૂપ સાંભળીને એકલા વ્યવહારને જ ગ્રહણ કરે છે તે વ્યવહારના બે ભેદ છે. એવો ફલિતાર્થ તે જીવ જાણતો નથી. શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારનો વ્યવહાર છે એમ વિચારો. (એમ જાણો). I ૬-૧ |
હે પરમાત્મા ! સાંસારિક જીવોને તારા વિના બીજા કોઈનું પણ શરણ નથી. તથા હે પરમાત્મા ! તું જ જગતના જીવોને દીપક રૂપ (પ્રકાશ આપનાર) છે. તારા આધારે જ અમે જીવીએ છીએ. હે પરમાત્મા ! તમે ઘણું લાંબુ જીવનારા થાઓ. ૫ ૬-૨ |
વિવેચન= બીજી ત્રીજી અને ચોથી ઢાળમાં સાધ્યશુદ્ધિ અર્થે નિશ્ચયનયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું. રત્નત્રયી સ્વરૂપ આત્માના ગુણો વિના આ સંસારમાં પ્રાપ્ત કરવા જેવું બીજું કંઈ છે જ નહીં. રાગાદિ કષાયો, સંકલેશરૂપ પર પરિણતિ અને તેના સંબંધી અાં તથા મમ એ જ મોટા દોષો છે. જે મૂળથી દૂર કરવા જેવા છે. જેનાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ યથાર્થ સત્ય સાધ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org