Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી
૧૬૩ આદિ શ્રુતકેવલીઓએ બનાવેલાં આવશ્યક સૂત્રો, તેની નિર્યુક્તિઓ, ટીકાગ્રન્થો, આદિ મૂળપાઠો અને તેના અર્થોને અનુસાર બોધ જેમાં પ્રાપ્ત થયેલો હોતો નથી. પરંતુ પોત પોતાની મતિ પ્રમાણે નવા નવા વ્યવહારો કલ્પવામાં આવ્યા હોય છે. લોકરંજન માટે અથવા લોકોને પોતાના તરફ આકષીને અનુયાયીવર્ગ વધારવા માટે જે વ્યવહારો ઉપસ્થિત કરવામાં આવ્યા હોય છે કે જે વ્યવહારોથી આત્મામાંથી રાગ-દ્વેષ અને કષાયોનો સંકલેશ ઘટતો ન હોય પરંતુ વધતો જતો હોય અને તેથી જ આવા વ્યવહારોથી “નવિ ભવ પારો રે” ભવપાર ઉતરાતું નથી. સંસાર સાગર તરાતો નથી પરંતુ પરસ્પરના ભિન્ન ભિન્ન વ્યવહારોની ખેંચાતાણીમાં સંકલેશ જ જામતો જતો હોય તથા અજ્ઞાની અને (પોતાની જાતના) અહંકારી એવા આત્માઓ વડે “આ તો વ્યવહાર પરંપરાથી ચાલ્યો આવે છે. કરવો જ જોઈએ” એમ કહીને અથવા પોતાની ઈચ્છાનુસાર શાસ્ત્રના અર્થને કલ્પીને “શાસ્ત્ર આમ જ કહે છે' ઇત્યાદિ કહીને ઠોકી બેસાડવામાં આવ્યો હોય તે સઘળો વ્યવહાર અશુદ્ધ આચાર (અર્થાત્ અશુદ્ધ વ્યવહાર કહેવાય છે.)
સચ્ચિદાનંદમય આત્મતત્ત્વ છે. સ= સત્તાવાળો, વિ– જ્ઞાનવાળો, માનં= સ્વાભાવિક સુખના આનંદવાળો. આ આત્મા સત્તાગત રીતે આવો છે. તેને કર્મોના બંધનોથી મુક્ત કરાવીને સત્તાગત રીતે તિરોભૂતપણે રહેલી વાસ્તવિક સ્થિતિને આવિર્ભત કરવી એ જ શુદ્ધ સાધ્ય છે. અને આ સાધ્યની પ્રાપ્તિ અર્થે ધર્માનુષ્ઠાનો (સદ્ગુરુઓ પાસેથી સન્શાસ્ત્રોનું વિધિપૂર્વક શ્રવણચિંતન-મનન, અને તેના માટે જ સદ્દગુરુઓનો સંગ તથા સ્વાધ્યાય આદિ ધર્માનુષ્ઠાનો) આ બધાં શુદ્ધ સાધન છે. નિશ્ચય એ સાધ્ય છે. અને વ્યવહાર એ સાધન છે. સાધ્ય ત્રણે કાળે એક જ હોય છે. સાધન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે બદલાતા હોય છે. શુદ્ધ સાધ્યની સિદ્ધિને અભિમુખ જે વ્યવહાર તે શુદ્ધ સાધન છે. અને શુદ્ધ સાધ્યને બાધા પહોંચાડે એવા જે વ્યવહાર તે અશુદ્ધ સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org