Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી
૧૬૫ પ્રવર્તે છે તેવા (અને માત્ર બાહ્ય આચારોથી સાધુજીવનમાં આવેલા એવા) શિથિલાચારી આત્માઓ ખોટી પ્રસિદ્ધિ મેળવીને અહંકારી બને છે. અને કાળદોષ, સંઘયણ દોષ, આદિના બહાનાં બતાવીને પોતાના દોષને છુપાવવા (અથવા મોટા દોષને નાના દોષમાં ખપાવવા) “સાધુને નિયત વાસાદિ” કરી શકાય. એમાં કંઈ દોષ નથી. ઈત્યાદિ કહીને જુઠાં આલંબનોનો પોતે આશ્રય લે છે અને તેવી પ્રરૂપણા કરવા દ્વારા અન્યને પણ જુઠા આલંબનોમાં જે પ્રેરે છે તે બધા અશુદ્ધ વ્યવહારો છે. આ અશુદ્ધ જુઠા આચારોનું અનુસરણ કરવું તે સાધુસંતો માટે રૂડું નથી (અર્થાત્ સારૂં નથી. ઉપકાર કરનાર નથી)
આ જ વિષયને વિસ્તારથી સમજાવતાં પૂજ્ય ગ્રંથકારશ્રીએ શ્રી સીમંધરસ્વામી પરમાત્માના ૩૫૦ ગાથાના સ્તવનમાં પહેલી તથા ત્રીજી ઢાળમાં જણાવ્યું છે કે
આલંબન કુડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે ! આણાભંગ તિલક તે કાળું, થાપે આપ નિલ્લાઓ રે ! ૧-૩ દુષ્ટ આલંબન ધરે જે, ભગ્ન પરિણામી ! તેહ આવશ્યકે ભાખ્યા, ત્યજે મુનિ નામી ૩-૨ (૧) નિયતવાસવિહાર, (એક ગામમાં વધારે સ્થાપી થઈને રહેવું.) (૨) ચૈત્યભક્તિનો ધંધો (મંદિરો, તેની ભક્તિ, દ્રવ્યોપાર્જન, તેનો
વહીવટ.) (૩) આર્યાલાભ (સાધ્વીજી મ. તથા શ્રાવિકાઓ પાસે પોતાનાં કામો
કરાવવાં.) (૪) વિગઈ પડિબંધ (વિગઈઓમાં આસક્ત બની તેનો નિત્ય ઉપયોગ કરવો.)
આ ચારે કુડાં આલંબનો છે. કેટલાક શિથિલાચારીઓ આ ચારે આલંબનોના પ્રચાર માટે અનુક્રમે સંગમ આચાર્ય, વજસ્વામી, અર્ણિકાપુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org