Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી
૧૬૭ આદિ કહીને અનેક પ્રકારના સાવદ્યવ્યાપાર યુક્ત ધર્માનુષ્ઠાનો કરવાકરાવવા દ્વારા જે સાધુઓ પોતાને “ધર્મરક્ષક-ધર્મગુરુ” માને છે મનાવે છે-તે સર્વે સાધુઓ પોતાના અવગુણોને (દોષોને) છુપાવીને કુમતિ અને કદાગ્રહને પોષનારા જાણવા.
મોહને પરતંત્ર એવા તેઓને શિથિલાચાર સેવવો છે. શિથિલાચારી પણાનો જ રસ છે. અને તેને ઢાંકવા સંઘયણાદિનાં બહાનાં છે તે માયા પૂર્વક જાડું બોલતા (કરતા) હોવાથી દુઝ બુદ્ધિ છે. અને તેને સાચાપણામાં ખપાવવાનો દુરાગ્રહ છે. જે મિથ્યાત્વના ઉદયની તીવ્રતા છે. એમ જાણવું.
કલ્પસૂત્રાદિ ગ્રંથોમાં અજિતનાથ પ્રભુથી પાર્શ્વનાથ પ્રભુના કાળે મુનિઓને દશવિધ સમાચારી પાળવાની નિયત કહી નથી. પરંતુ પહેલાછેલ્લા તીર્થકરના શાસનમાં મુનિઓને પાંચમા આરાના છેડા સુધી દશવિધિ સમાચારીનું સેવન સરખું કહેલું છે. તથા સાવઘયોગના ત્યાગનાં “કરેમિ ભંતે સામાઈય” સૂત્ર દ્વારા પચ્ચકખાણો પણ સરખાં જ કહેલાં છે. તેથી સમાચારીના સેવનમાં કે સાવદ્યયોગના ત્યાગને અનુસરવામાં સંઘયણાદિના કારણે બચાવો કરવા તે ઉચિત નથી. ફક્ત અનુપયોગદશાએ અથવા સંયોગોની પ્રતિકૂળતાએ કદાચ કોઈ દોષ સેવાઈ જાય તો પણ તેની નિંદા ગઈ કરી આલોચના અને પ્રાયશ્ચિત્ત કરી આત્મશુદ્ધિ કરવાની હોય છે.
તથા સંઘયણ આદિના કારણે પાંચમા આરામા મુનિઓ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો પાળવામાં શિથિલ હશે પરંતુ મૂળગુણો પાળવામાં હીન નહીં હોય એવું પંચાશક આદિ ગ્રન્થોમાં પણ કહ્યું છે. તે વાતની હવે પછીની ગાથામાં સાક્ષી જણાવે છે. // ૬-૬ |
ઉત્તર ગુણમાં હીણડા, ગુરુ કાલાદિક પાખે રે ! મૂળગુણે નહીં હીણડા, એમ પંચાશક ભાખે રે I ૬-૭ |
તુજ વિણ ગતિ નહીં જંતુને || ૭૦ || હીણડા= હીન, ન્યૂન, પાખે= બચાવ પક્ષ મૂલગુણેઃ મૂલગુણોમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org