Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ છઠ્ઠી
(૧) આગમ શાસ્ત્રોમાં જેનો સ્પષ્ટ નિષેધ નથી. (૨) જે ઉત્તમ આચાર્યોએ આચરેલો ઉત્તમ આચાર જણાય છે. (૩)પાછળ થયેલા ગીતાર્થોએ જે વ્યવહારોને ઘણું જ માન આપી સ્વીકાર્યા છે.
તે સઘળા વ્યવહારો શુદ્ધવ્યવહાર કહેવાય છે. જે આત્માને સર્વથા કર્મમુક્ત કરાવનાર છે. જૈન આગમોમાં પાંચ પ્રકારના વ્યવહાર જણાવ્યા છે તે પાંચે પરસ્પર સાપેક્ષપણે જો જોડવામાં આવે તો ઉપકારક છે અને જો એકાંતે સ્વીકારવામાં આવે તો અન્ય વ્યવહારોના ઉચ્છેદક થયા છતા તે મિથ્યા બને છે. તે પાંચ વ્યવહારોનું સંક્ષેપમાં સ્વરૂપ આ પ્રમાણે છે
૧૬૧
(૧) આગમવ્યવહાર= જિનેશ્વર પરમાત્માના સ્વમુખે સાંભળીને અથવા અતીન્દ્રિય સમ્યગ્ગાની મહાત્મા પુરુષો પાસેથી આત્માના હિતાહિતનો માર્ગ જાણીને તે માર્ગને અનુસરીને જે આત્માઓ કલ્યાણ સાધે છે. તે આપ્તવચનાનુસારી જે માર્ગ તે આગમવ્યવહાર કહેવાય છે.
(૨) શ્રુતવ્યવહાર= જે આચાર્ય-ઉપાધ્યાયાદિ મહાનુભાવોએ આપ્તપુરુષોની (આગમવાણી) સાંભળીને તેની શ્રદ્ધા-રૂચિ-કરીને પ્રતીતિ કરીને પોતાના ક્ષયોપશમાનુસાર સ્વ-પરના કલ્યાણ અર્થે જે જે શ્રુત-શાસ્ત્રોની રચના કરી છે. તે શ્રુતશાસ્ત્રોને ભણીને, યથાર્થ સ્વરૂપને અવધારીને, પોતાના કલ્યાણ માટે તત્કથિત જે જે વ્યવહારો આચર્યા છે. અને આચરે છે તે શ્રુતવ્યવહાર કહેવાય છે.
(૩)આશાવ્યવહાર જેઓએ આગમવ્યવહારાનુસારી શ્રુતવ્યવહારનો આશ્રય લીધેલો છે તેવા સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ જ્ઞાની અનુભવી એવા ગુરુઓની આજ્ઞા પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે જે વ્યવહાર સ્વીકારાય તે આજ્ઞાવ્યવહાર જાણવો.
(૪)ધારણા વ્યવહાર=જે મહાત્માઓએ પ્રથમ ગુરુકુલવાસમાં વર્તીને સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ ગુરુઓ પાસેથી આત્માની સાધક-બાધક અવસ્થાનું યથાર્થ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તથા તે જ્ઞાનનો પરિપૂર્ણ વિવેક અને આત્માની ભાનદશા
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org