Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વળગી રહીશું. બીજાં કંઈ પણ અમે તો સમજીએ નહીં. માત્ર આટલું જ સમજીએ કે જે જે ધર્મક્રિયાઓ કરવારૂપ વ્યવહાર છે. તે જ કર્તવ્ય છે.
ગુરુજી આવી મતિવાળા શિષ્યને ઠપકો આપતાં કહે છે કે આવા અજ્ઞાની જીવો એ જાણતા નથી કે વ્યવહાર શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકરના છે. શુદ્ધ વ્યવહારો કર્તવ્ય છે અને અશુદ્ધ વ્યવહારો અકર્તવ્ય છે. આવા પ્રકારના મર્મને (ફલિતાર્થને) તે જીવો વિચારતા નથી. અર્થાત્ જાણતા નથી.
આવા અજ્ઞાની અહંકારી અને મદાન્ય જીવો પ્રત્યે હૃદયમાં ભાવ કરુણા લાવીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી જણાવે છે કે એકાન્ત નિશ્ચય કે એકાન્ત વ્યવહારના આગ્રહી બનેલા જીવો સાપેક્ષપણે અને સમન્વયાત્મક ભાવે બન્ને નયોની વાતોને જણાવતી, તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવા છતાં ગણધર ભગવંતોએ બનાવેલાં સૂત્રો અને અને બદલીને નવા નવા મતો, પક્ષો, મઠો, આશ્રમો વિગેરે સ્થાપીને ચતુર્વિધ શ્રી જૈનસંઘ ઉપર જે અપ્રીતિભાવવાળા બને છે. પરમાત્માના શાસનને ચાલણીની જેમ ચાળી નાખે છે. તેઓને તુઝ વિ જાતિ નદી વસ્તુને સબુદ્ધિ આપવા માટે, સન્માર્ગે લાવવા માટે હે પરમાત્મા ! તમારા વિના બીજુ કોઈ શરણરૂપ નથી. બીજા કોઈની તાકાત નથી કે આવા કદાગ્રહી ઉસૂત્રપ્રરૂપક ભવાભિનંદી જીવોને સન્માર્ગે લાવે. તેથી તે સીમંધરસ્વામી પ્રભુ ! તમે જ સમર્થ છે. તેથી આ અમારી વાત સાંભળો.
હે પરમાત્મા ! તમે એક જ સાચા વીતરાગ છે, નિર્દોષ પુરુષ છો. પૂર્ણ જ્ઞાનવાળા છો. સૂર્યની જેમ અદ્ભૂત પ્રકાશ પાથરનારા છો. સર્વજ્ઞ સર્વદર્શી અનંતવીર્યવાન છો. તેથી તમે જ આવા અજ્ઞાની જીવોને પ્રતિબોધ કરવામાં દીપક સમાન છે. આપશ્રીનો જ અમને આધાર છે. અને કલિકાલમાં તો સવિશેષ આધાર છે. તમારા (શાસનના) જ આલંબને, તેમાં ઓતપ્રોત લયલીન બનીને અમે અમારું જીવન જીવી રહ્યા છીએ. તમે જ અમને સાધ્યશુદ્ધિ અને તેના ઉપાયભૂત સાધનશુદ્ધિ સમજાવનારા બન્યા છે. આ સમજ્યા પછી સાધ્યદ્ધિના અર્થી કોઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org