Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આગળ ધરીને જે આત્માઓ પંથ છોડી= રાજમાર્ગ છોડીને પાધરો (સીધે સીધો) છડી તાવે છે= (અપવાદ માર્ગ જ જાએ છે) તે તેઓનો પંથ (માર્ગ) અયોગ (અયોગ્ય-અનુચિત) છે. સારાંશ કે આવા પ્રકારના રાજમાર્ગને ત્યજીને અપવાદ માર્ગે વર્તવું તે માર્ગ અયોગ્ય છે અનુચિત છે. ન્યાયવિરુદ્ધ છે. આમ કરવામાં આભિગ્રહીક મિથ્યાત્વતા-પાખંડિતતા વિના બીજું કાંઈ કારણ નથી. જે પ-૧૧ ||
આવશ્યકમાં ભાખીયોજી, એહી જ અર્થ વિચારો ફળસંશય પણ જાણતાંજી, જાણીજે સંસાર પ-૧૨ |
સોભાગી જિન, સીમંધર સુણો વાત. } ૬૩ | ભાખીયોજી=કહ્યો છે.એહી જ=આ જ ફળસંશય ફળનો સંશય.
ગાથાર્થ= આવશ્યકસૂત્રમાં પણ આવો જ અર્થવિચાર બતાવેલો છે. તથા વ્યવહાર ધર્મની આચરણના ફળનો સંદેહ કરવામાં પણ અનંત સંસાર (જન્મ મરણની વૃદ્ધિ) થાય છે. એમ જાણવું. . ૫-૧૨ /
વિવેચન= શ્રી આવશ્યક સૂત્રમાં પણ ઉપરની ગાથામાં કહેલો જ અર્થ અને તેને અનુસરતા જ વિચારો મહર્ષિ પુરુષોએ બતાવ્યા છે. અમે પણ આવા પ્રકારના આગમપાઠોને અનુસારે જ આ અર્થો કહ્યા છે.
આ પ્રમાણે સાધ્ય સાધવાની જે દૃષ્ટિ છે તે નિશ્ચયનય છે. અને તે જ્ઞાનાત્મક આત્મગુણ છે. તેના ઉપાયભૂત પંચાચાર-પાંચ મહાવ્રત આદિનું જે પાલન છે. દેશવિરતિ-સર્વવિરતિના આચરણરૂપ જે જે ધર્માનુષ્ઠાનોનું સેવન છે. તે વ્યવહારનય છે. તે ત્રિવિધ યોગાત્મક છે. તેથી જેમ જેમ સાધ્યની (શુદ્ધ આત્મતત્ત્વની) સિદ્ધિ થતી જાય છે. તેમ તેમ નીચેની યૌગિક પ્રવૃત્તિઓ ત્યજવાની હોય છે અને ઉપર ઉપરની યૌગિક પ્રવૃત્તિઓ આદરવાની હોય છે. યૌગિક પ્રવૃત્તિઓ યોગરૂપ હોવાથી દ્રવ્ય આશ્રવ હોવા છતાં આત્મપરિણતિની નિર્મળતાનું અસાધારણ કારણ હોવાથી અસંખ્ય ગુણ નિર્જરા કરાવનાર છે જેથી આશ્રવને ગૌણ કરી સંવર-નિર્જરાને પ્રધાન કરીને યથાયોગ્ય ક્રિયાઓ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી કરવી જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org