Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૯
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી તુલ્ય રસનો નિત્ય અનુભવ કરે છે. જેની મીઠાશમાં પોતાનો આત્મા એ જ એક સાક્ષીભૂત છે. (આ મીઠાશ, શબ્દોથી અવર્ણનીય છે.) | ૪-૧૪ |
વિવેચન= જે આત્માઓ બહિરાત્મભાવ ત્યજીને અંતરાત્મભાવમાં આવ્યા છે. ભોગદશાના પરિણામો ત્યજીને યોગદશાના પરિણામોથી પરિણત બન્યા છે. સંસારના સર્વ સંબંધો વિભાવદશા તરફ લઈ જનારા છે એમ સમજી તેનાથી વિમુખ બન્યા છે. શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાની દઢ લગની જેઓને લાગી છે. એવા આત્માઓ પૂર્વપુરુષોથી રચિત એવાં અને શુદ્ધ આત્મતત્ત્વની ઝાંખી (અનુભવ) કરાવનારાં સૂત્રોનું, તેના અર્થોનું તથા તેના એક એક પદોનું નિરંતર ચિંતન-મનન કરતા છતા વારંવાર તે પદો દોહરાવનારા બને છે. જ્યારે જ્યારે તેમની સાથે કંઈ પણ વાર્તાલાપ કરીએ ત્યારે ત્યારે પરસ્પૃહા મહાવું, નિ:સ્પૃહત્વે મહાસુવું, પરતણી આશ વિષ વેલડી, અહં નલ્થિ મે વોડું, નહિમનસ સફ, આવા પ્રકારના ભાવવાહી સૂત્રો-પદો અને શ્લોકો આ મહાત્માઓ ગાતા હોય છે. બોલતા હોય છે. સમજતા હોય છે સમજાવતા હોય છે. અને ઉત્તમ ભાવનામાં લયલીન બનીને ઉપરનાં પદો જેવાં પદો લલકારતા હોય છે.
તે મહાત્માઓને આવા શ્લોકોના પદોનું નિરંતર ગાન કરવું. પુનરાવર્તન કરવું તેમાં રમી-ઝુમી જવું, તે રસથી ભરપૂર ભરેલી શેરડી જેવું મીઠું લાગે છે. જ્યારે ત્યારે તેમની આંખ સામે આવાં પદો જ રમતાં હોય છે. બીજી કોઈ વાતચીતમાં કે ભોગાનુભવમાં તેઓને રસ હોતો જ નથી. અપૂર્વ અપૂર્વ અર્થોથી સૂત્રોનું અવધારણ કરે છે. આત્મા અરૂપી છે. આવું શાસ્ત્રજ્ઞાન પણ અરૂપી છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતો શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ તે પણ અરૂપી છે.તથા તજ્જન્ય નિર્મળ શુદ્ધ આનંદ એ પણ અરૂપી છે. શબ્દોથી અવાચ્ય છે. શબ્દાતીત કેવળ અનુભવમાત્રથી જ ગોચર એવા આ અનુભવને જાણવામાં-માણવામાં પોતાનો એક આત્મા જ સાક્ષી છે. આ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ અને તેના જ્ઞાનનો આનંદ, એ જ સંસારના બંધનોમાંથી આત્માને મુક્ત કરાવનાર છે. તેથી તે મહાત્માઓ તેમાં જ લયલીન હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org