Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૪
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ધર્માનુષ્ઠાનોને આચરવા રૂપ સાધનભૂત ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરનારા જીવો સાચા ન્યાયમાર્ગ નથી. જેમ રસ્તાને જાણવાની જરૂર છે તેમ રસ્તો કાપવા રૂપ ક્રિયા કરવાની પણ અવશ્ય જરૂર છે. તેથી આચાર (ક્રિયા) શૂન્ય એવા કેવળ એકલા જ્ઞાનમાત્રથી સાધ્યસિદ્ધિ થતી નથી. લાડવાના જ્ઞાન માત્રથી કંઈ પેટ ભરાઈ જતું નથી.
આ વાત સમજાવવા માટે ગુરુજી કોઈ શિષ્ય દ્વારા પ્રશ્ન કરાવે છે કે
આપશ્રીએ સમજાવેલો આવો નિશ્ચયનય સાંભળીને અમને એક પ્રશ્ન થાય છે કે હવે અમે આ નિશ્ચયનયને જ સ્વીકારીશું. પચ્ચકખાણો (ત્યાગ, તપ, સાધના અને આરાધના) કરવાની જરૂર શું છે ? | પ-૧ ||
કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ | નવિ જાણે તે ઉપજેજી, કારણ વિણ નવિ કાજ પ-૨ /
સોભાગી જિન, સીમંધર સુણો વાત. પ૩ // ગાથાર્થ= જે આત્માઓ ક્રિયામાર્ગનું ઉત્થાપન કરે છે. તે આત્માઓએ લાજ (શરમ) છોડી દીધી છે. એમ જાણવું કારણ કે તે અજ્ઞાની જીવો “કારણ વિના કાર્ય થાય નહીં” આ વાત જાણતા નથી. / પ-ર |
વિવેચન= તત્ત્વમૂઢ એવા જે આત્માઓ સંગ્રહનયથી સત્તામાં રહેલા સિદ્ધના સરખા શુદ્ધ આત્મતત્ત્વને જ ગાયા કરે છે. અને તેની પ્રાપ્તિ માટેના ઉપાયોમાં (સાધનામાં) વર્તવા પ્રત્યે બેદરકાર રહે છે. “આ આત્મા શુદ્ધ-બુદ્ધ છે. નિરંજન નિરાકાર છે. અનંત જ્ઞાનાદિ ગુણમય છે. તે આત્મતત્ત્વને જ બરાબર જાણો. ક્રિયાઓ કરીને શું કામ છે ? ક્રિયાઓ તો શુભાશુભ યોગમાત્ર છે. યોગ તો પાંચ બંધહેતુઓમાંનો એક બંધહેતુ છે. “હું આત્મા છું શુદ્ધ છુ. બુદ્ધ છું” એવું જ્ઞાન-ધ્યાન માત્ર જ કરો. તે વિના બીજું કંઈ કરવાની જરૂર નથી” આમ જોરશોરથી જે ગાય છે. તેઓએ પોતાના ઘરની લાજમર્યાદા છોડી દીધી છે. એટલે જૈનશાસન પામીને પરમાત્માના શાસનવિરૂદ્ધ આપણે આ શું બોલીએ છીએ ? તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org