Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પાંચમી
૧૩૩
જોડે તો જ સાધ્યની સિદ્ધિ થાય. આ જ સાચો સાધ્યસાધનદાવ કહેવાય છે. દાખલા તરીકે અમદાવાદથી મુંબઈ જવું છે. ત્યાં મુંબઈની પ્રાપ્તિ એ સાધ્ય છે ગાડી ચલાવવી એ સાધન છે. ચલાવનાર આત્મા એ સાધક છે. અને મુંબઈનો રસ્તો કપાય, તે નગર નજીક આવે, તેવી રીતનું લક્ષ્ય રાખીને યોગ્ય માર્ગે ગાડી ચલાવવી તે સાધ્યસાધનદાવ કહેવાય છે.
ઘટ બનાવવો હોય ત્યારે ઘટ તે સાધ્ય છે. દંડ, ચક્ર, ચીવર આદિ સામગ્રી એ સાધન છે. બનાવનાર કુલાલ એ સાધક છે. અને તે કુંભાર (કુલાલ) યથાર્થપણે ઘટ બને તે રીતે માટીનું દંડ-ચક્રાદિની સાથે જે કુંજન કરે છે. તે સાધ્યસાધનદાવ” કહેવાય છે. આ જ રીતે જ્યારે “પટ” એ સાધ્ય હોય ત્યારે તુરીવેમાદિ સાધન છે. પટ એ સાધ્ય છે. વણકર એ સાધક છે અને પટની નિષ્પત્તિ થાય તે રીતે તન્તુઓનો તુરીવેમાદિની સાથે સંયોગ કરવો-પુંજન કરવું તે સાધ્યસાધનદાવ કહેવાય છે.
ઉપરોક્ત ઉદાહરણોને અનુસારે આત્મા એ સાધક છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે. દાન-દયા-પચ્ચક્ખાણ ભોગોનો ત્યાગ, સત્સંગ સ્વાધ્યાય, તપ, સામાયિક, પ્રતિક્રમણ, અને પરમાત્માની પૂજા આદિ ધર્માનુષ્ઠાનો (ધર્મક્રિયાઓ)નું આચરણ અર્થાત્ પાંચ અણુવ્રત, મહાવ્રત અને પંચાચારાદિનું જે પાલન છે. એ સાધન છે સાધક એવા આત્માએ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ રૂપ સાધ્યને અર્થે ઉપરોક્ત ધર્માનુષ્ઠાનોને પોતામાં જોડવાં તે સાધ્યસાધનદાવ છે. ધર્માનુષ્ઠાનો એવી રીતે કરવાં કે જેનાથી ૫૨૫રિણતિનો ત્યાગ કરવા દ્વારા મોહદશાનો ક્ષય કરતાં કરતાં શુદ્ધ આત્મતત્ત્વરૂપ સાધ્યની પ્રાપ્તિ થાય. તથા શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે, શુદ્ધ અનુષ્ઠાનોનું સેવન એ અનિવાર્ય છે. તેથી તેનું યથાસ્થાને મુંજન કરવું એ જ સાધ્યશુદ્ધિ અને સાધનશુદ્ધિ કહેવાય છે.
આવો સુંદર કાર્યકારણભાવવાળો એટલે કે સાધ્યસાધન ભાવને સમજાવનારો પરમાત્માએ બતાવેલો નિર્દોષ માર્ગ હોવા છતાં કેવળ એકલા નિશ્ચયનયને આગળ કરીને સાધ્યમાત્રને જ વાગોળનારા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org