________________
૧૩૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અવલંબતા= આલંબન લેતાં, છોડે= ત્ય, લોપે= નાશ કરે.
ગાથાર્થ= કેવળ એકલા નિશ્ચયનય માત્રનું આલંબન લેનારા તત્ત્વમૂઢ આત્માઓ તેના મર્મને જાણતા નથી. જે વ્યવહારનયનો ત્યાગ કરે છે તે જૈનધર્મનો લોપ કરનારા જાણવા. / પ-૩ |
વિવેચન= સુવિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોવાળું આત્મતત્ત્વનું પારમાર્થિક જે સ્વરૂપ છે. તેને પ્રાપ્ત કરી ચુકેલા જીવો શુદ્ધ-બુદ્ધ-અક્ષયઅનંત ચિદાનંદ સુખવાળા બન્યા છે. અર્થાત્ સાધ્યને સાધી ચુકેલા જે જીવો છે તેઓ સિદ્ધ થઈ ચુકેલા હોવાથી, હવે કંઈ સાધ્ય સાધવાનું બાકી ન હોવાથી તેઓને વ્યવહાર આચરવાનો હોતો નથી. પરંતુ આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખીને, તેની પ્રાપ્તિના અસાધારણ ઉપાયભૂત ચારે નિક્ષેપે પંચ પરમેષ્ઠિનું અવલંબન લઈને, પંચાચારનું પાલન કરવા પૂર્વક, સંવર નિર્જરાની સાધકતા જીવનમાં આવે તેવાં દેશવિરતિધરનાં અને સર્વવિરતિધરનાં અનુષ્ઠાનો પાળવા રૂપ વ્યવહારો કરવા જ જોઈએ. વ્યવહારોમાં ઉદ્યમશીલ થવું જ જોઈએ. તેને જ આત્મતત્ત્વના પરમાર્થ સાચા સાધક કહેવાય છે. આવા પ્રકારના શુદ્ધ વ્યવહારો એ સાધ્યસિદ્ધિના ઉપાયો છે. અને તેના દ્વારા મહાદિ કર્મોનો ક્ષય કરી આત્માને શુદ્ધ કરવો એ સાધ્યસિદ્ધિ છે. એમ-વ્યવહાર એ કારણ છે અને નિશ્ચય એ કાર્ય છે.
આવા મર્મને (સારભૂત તત્ત્વને) નહીં જાણનારા નીચેની દલીલો કરીને માત્ર એકલા નિશ્ચયનયનું જ અવલંબન લે છે અને વ્યવહારનયનો ત્યાગ કરે છે તે પરમાર્થે જૈનધર્મનો લોપ (નાશ) કરનારા જાણવા. તેઓ વ્યવહારનયનો લોપ કરવા માટે નીચેની દલીલો કરે છે. (જે કલ્પના માત્ર જ છે.)
(૧) ધર્માનુષ્ઠાનોની ક્રિયા કરવી તે મન વચન અને કાયાની શુભ એવી યોગપ્રવૃત્તિ છે. અને મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ તથા કષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org