Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧૪પ એકલો વ્યવહાર એ જડક્રિયા છે. અને તે સાધ્યસિધ્ધિમાં અસમર્થ છે. તેવી જ રીતે વ્યવહાર વિનાનો કેવળ એકલો નિશ્ચય એ પણ શુષ્કજ્ઞાન સ્વરૂપ હોવાથી સાધ્યસિદ્ધિમાં અસમર્થ જ છે. પૂજ્ય અધ્યાત્મયોગી શ્રી આનંદધનજી મહારાજશ્રીએ પરમાત્માના સ્તવનમાં કહ્યું છે કેવચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો , વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો, ધાર તરવારની સોહિલી દોહિલી ચૌદમા જિનતણી ચરણસેવા.
આ પ્રમાણે આત્માર્થી ધર્મતત્ત્વજ્ઞ મુમુક્ષુ પુરુષોએ શાસ્ત્રવચનોની અપેક્ષા રાખવા પૂર્વક તેમાં કહ્યા પ્રમાણે દેશવિરતિ-સર્વવિરતિની ધર્મપ્રવૃત્તિ કરવામાં ઉત્સુક બનવું જોઈએ. સાધ્યસાપેક્ષ કરાયેલા આદરવા યોગ્ય અને પાળવા યોગ્ય વ્યવહારથી જ સાધકને સાધ્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી જીવનને આરંભ સમારંભ અને પરિગ્રહાદિ દોષોવાળુ જ રાખીને, તથા રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, વિષયસેવન, વિગેરે પાપાશ્રવો ચાલુ રાખીને “હું આત્મા છું” “હું શુદ્ધ આત્મા છું” ઈત્યાદિ પદો માત્ર બોલવાબોલાવવા પૂર્વક કેવળ સાધ્યને ગાવા-ગવરાવાથી સાધ્યસિદ્ધિ થતી નથી.
પરમાત્મા શ્રી વીતરાગદેવે પ્રથમ સર્વવિરતિ સમજાવીને ત્યારબાદ તે ધર્મ કરવામાં અસમર્થ જીવો માટે દેશવિરતિ ધર્મની પ્રરૂપણા કરી હતી. બન્નેમાં પણ વિરતિધર્મની પ્રરૂપણા પ્રધાનપણે કરી છે અને તે જ ઉપાદેય છે. તેથી ત્યાગમાર્ગની પુષ્ટિ કરનારા એવા વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કેમ થાય ? આવા પ્રકારનું સાચું તત્ત્વ સમજવામાં મૂઢ બનેલા અને તેથી જ તત્ત્વદૃષ્ટિ આપે એવા ભાવ પુણ્ય વિનાના એકાન્તવાદીઓને હે વીતરાગ પરમાત્મા ! સીમંધરસ્વામી દેવ ! કોણ આધાર બની શકે ? અર્થાત્ આવી ઉત્સુત્ર પ્રરૂપણા કરીને તેઓ ભવ રૂપી કૂવામાં ડુબે છે. તેઓને આપશ્રી જ તારણહાર છો. || પ-૭ /
એકલા નિશ્ચયની વાતો કરનારામાં સાચી જ્ઞાનદશા કેટલી છે? તેની પરીક્ષા સુવર્ણની જેમ ક્રિયાની વ્યાપકતાથી જ થાય છે. તે સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org