Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૩
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી નથી. (જરૂર નથી). તેથી કરવાની હોતી જ નથી. (અર્થાત્ નિશ્ચય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનભાવે ક્રિયાઓ આવશ્યક છે.) / પ-૬ //
વિવેચન= નિશ્ચય-વ્યવહારની સાધ્ય-સાધનતાને દૃષ્ટાન્ત સાથે સમજાવે છે કે જેમ કોઈ એક મુસાફરને એક ગામથી બીજા ગામે દૂર દૂર જવું છે. તે મુસાફરને ઘોડો (અથવા આવા પ્રકારનું કોઈ પણ વાહનો જલ્દી જલ્દી સામે ગામ પહોંચવામાં સહાયક છે. ઉપકારક છે. તેમ નિગ્રન્થ પુરુષને મોક્ષનો પંથ કાપવામાં વ્યવહાર (ધર્મક્રિયાઓનું સેવન) ઉપકારક છે. સહાયક છે.
તે ગામ પહોંચ્યા પછી ગામમાં પ્રવેશતાં, અથવા ગામ મોટું હોય તો ઘરે પહોંચ્યા પછી ઘરમાં ચઢતાં (ધરનાં પગથીયાં ચઢતાં) તે ઘોડાનું (કે કોઈ પણ વાહનનું) જેમ હવે કંઈ પ્રયોજન નથી એટલે ઘોડો ત્યજી દેવામાં આવે છે. તેવી જ રીતે નિશ્ચય એવું જે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ છે. તે પ્રાપ્ત કર્યા પછી હવે કાયિક ધર્મક્રિયાઓનો સમૂહ સફળતાવાળો નથી. અર્થાત્ પ્રયોજનભૂત નથી. એટલે ચૌદમે ગુણઠાણે ગયા પછી યોગાત્મક ક્રિયાઓ ત્યજાય છે.
પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે જનારા આત્માએ મિથ્યાત્વના ત્યાગવાળી અને સમ્યક્ત્વની પ્રાપ્તિવાળી ધર્મક્રિયાઓનો
વ્યવહાર કરવો જોઈએ. ધર્મશ્રવણ, ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ, નિરંતર નિર્ઝન્યમુનિઓની સેવાભક્તિ, વીતરાગ પરમાત્માનાં દર્શન-પૂજન આદિ ધર્માનુષ્ઠાનોના આચરણથી આ આત્માનું મિથ્યાત્વ મંદ થતું જાય છે. અને કાળાન્તરે ૧ દ્વિબંધક ર સકૃબંધક, ૩ અપુનબંધક, ૪ માર્ગાભિમુખ, ૫ માર્ગપતિત, ૬ માર્ગાનુસારી, ૭ ચરમયથાપ્રવૃત્તકરણ, ૮ ગ્રન્થિભેદ, ૯ અપૂર્વકરણ, ૧૦ અનિવૃત્તિકરણ અને ૧૧ અન્તરકરણ ઈત્યાદિ કરવા દ્વારા અત્ત શુદ્ધિ પ્રાપ્ત કરીને આ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર બને છે.
એ જ રીતે ચોથાથી પાંચમા ગુણસ્થાનકે જવા માટે બાહ્યરીતિએ અણુવ્રતો ધારણ કરવાં, બારવ્રત સ્વીકારવાં, સંસારને પરિમિત ભોગવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org