________________
૧૪૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ૪) ઉત્તમાનુષ્ઠાનનું કારણ બને તેવું, કંઈક શુભભાવનાથી યુક્ત, અને
અમૃતાનુષ્ઠાન પ્રત્યેના રાગથી કરાતું જે અનુષ્ઠાન, તે તદ્ધતુઅનુષ્ઠાન
કહેવાય છે. (યોગબિંદુ. ૧૫૯) ૫) અતિશય ભાવપૂર્વક અને સંવેગપરિણામ જેમાં ભારોભાર ભરેલો છે એવું જે અનુષ્ઠાન, તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. (યો. બિ. ૧૬૦)
પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો આત્મશુદ્ધિનો હેતુ બનતાં નથી અને પાછળનાં બે અનુષ્ઠાનો આત્મશુદ્ધિનાં કારણ બને છે. જે પ-૮ |
આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ ! મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ ક્રિયા ઘાટ || ૫-૯ |
સોભાગી જિન, સીમંધર સુણો વાત. / ૬૦ | વિષમી વાટ= ભયંકર અટવી, મુગ્ધ= ભોળા, ક્રિયાઘાટ= ક્રિયાનો સમૂહ.
ગાથાર્થ ભોમીયાના આલંબન વિના જે વિષમમાર્ગે ચાલે છે. તે ભયંકર અટવીના માર્ગમાં આવી પડે છે. તેવી રીતે અજ્ઞાની આત્માઓ જીવનમાં ક્રિયાઓનો સમુહ લાવ્યા વિના ભવકૂપમાં ડુબે છે. એ પ-૯ ||
વિવેચન= કોઈ એક મુસાફર એક ગામથી બીજે ગામ જવા માટે નીકળ્યો, તે મુસાફર તે ગામના રસ્તાનો અજાણ છે. અને રસ્તાના જાણકાર એવા ભોમીયાને રસ્તો બતાવનાર તરીકે ધારો કે સાથે લીધો નથી. બન્ને ગામોની વચ્ચે જાળમાળીયા અનેક રસ્તાઓ આવે છે અને ભય ઉત્પન્ન કરનારાં ગીચ વિવિધ જંગલો આવે છે. ત્યારે તે મુસાફર પોતે માર્ગનો અજાણ હોવાથી, રસ્તાઓ જાળમાળીયા ચિત્ર વિચિત્ર હોવાથી, અને જાણકાર એવા રસ્તાના ભોમિયાનું આલંબન સાથે ન હોવાથી ચાલતાં ચાલતાં વિષમ વાટમાં (દુર્ગમ માર્ગમાં) આવી પડે છે.
જ્યાં કોઈ રસ્તો દેખાય નહીં, ચારે બાજુ ઝાડી જ માત્ર હોય, શિકારી પશુઓ અને લુંટારૂઓના અવાજ જ માત્ર સંભળાતા હોય, ઘોર અંધકાર છવાતું જતું હોય એવી વિષમ વાટમાં તે મુસાફર આવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org