Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત હેમ પરીક્ષા જેમ હુએ, સહત હુતાશન તાપ ! જ્ઞાનદશા તેમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ પ-૮
સોભાગી જિન, સીમંધર સુણો વાત. પ૯/ હુતાશન= અગ્નિ, પરખીએજી= પરીક્ષા કરો, વ્યાપક વ્યાપકપણે.
ગાથાર્થ= જ્યારે સુવર્ણ અગ્નિના ઘણા એવા તાપને સહન કરે છે. ત્યારે જ તેની પરીક્ષા થાય છે. (નિર્મળ થઈને બહાર આવે છે) તેવી રીતે જેના જીવનમાં ઘણી ધર્મક્રિયાઓ વ્યાપકપણે આવી હોય. તે જ આત્મા સાચી (યથાર્થ) જ્ઞાનદશાને પામ્યો કહેવાય છે. એમ ક્રિયાઓ દ્વારા જ્ઞાનદશાની પરીક્ષા થાય છે. જે પ-૮ |
વિવેચન= સોના ચાંદીના વેપારી લોકો અર્થાત્ ઝવેરી પુરુષો સુવર્ણના દાગીનાઓની લેવડ-દેવડ કરતી વખતે આ દાગીનામાં સુવર્ણ કેટલું હશે ? કેટલા ટચ (કેટલા ટકા) હશે ? તે જાણવા માટે તેની પ્રથમ કષ દ્વારા (કસોટીના પત્થર ઉપર ઘસવા દ્વારા), પછી છેદ દ્વારા (તેના ટુકડા કરીને અંદરથી જોવા દ્વારા) અને ત્યારબાદ અંતે અગ્નિના તાપમાં તપાવવા દ્વારા એમ કષ-છેદ-તાપ દ્વારા તે સુવર્ણની પરીક્ષા કરે છે. આ ત્રણે પરીક્ષામાંથી સુવર્ણ જ્યારે બરાબર જણાય છે ત્યારે જ તેના સાચા મુલ્યથી કિંમત અંકાય છે. આ દાગીનામાં કેટલા ટચ (કેટલા ટકા) સુવર્ણ છે. તે સમજાય છે. અને તેની સાચી કિંમત ઉપજે છે.
તેવી જ રીતે આ અધ્યાત્મી આત્મામાં સમ્યગ્દર્શન યુક્ત એવું સમ્યજ્ઞાન સાચું કેટલું છે ? તે જાણવાનો ઉપાય બાહ્યજીવનમાં વ્યાપેલી ઘણા પ્રકારની વિવિધ) ધર્મક્રિયાઓ જ છે. અર્થાત્ બાહ્ય આચરણરૂપે કરાતી ધર્મપ્રવૃત્તિઓથી જ તેનામાં રહેલા સમ્યગ્દર્શનયુક્ત સમ્યજ્ઞાનની પરીક્ષા કરાય છે. જેમ કોઈ એક માણસને “આ સર્પ છે, પ્રાણનાશક પ્રાણી છે, તેના દંશથી અવશ્ય મરણ થાય છે.” એવું ભાન થાય છે. ત્યારે તે જ્ઞાન દ્વારા તેનાથી દૂર રહેવાની બાહ્યપ્રવૃત્તિ આપોઆપ આવી જ જાય છે. તે માણસને સર્પથી દૂર રહેવાનું સમજાવવું પડતું નથી. તથા કોઈને પણ આ કાલકુટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org