________________
૧૪૪
- પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરવો ઈત્યાદિ વ્યવહાર કરતાં સાંસારિક સુખો ઉપરની આસક્તિ સ્વરૂપ અપ્રત્યાખ્યાનીય ૪ કષાયોનો વિજય કરવા દ્વારા અંતઃશુદ્ધિ પ્રાપ્ત કરીને પાંચમું ગુણસ્થાનક આ જીવ પ્રાપ્ત કરે છે. આ રીતે પાંચમાથી છ જતાં અને છથી સાતમે ગુણસ્થાનકે જતાં ઉપર ઉપરના તે તે ગુણસ્થાનકોની પ્રાપ્તિને અનુરૂપ વ્યવહાર આ જીવે કરવો જોઈએ. અને ઉપર-ઉપરના ગુણસ્થાનકોની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય તેમ તેમ નીચે નીચેના ગુણસ્થાનકોના વ્યવહારો છોડવા જોઈએ. આ જ સાચો સંસાર તરવાનો ન્યાય માર્ગ છે. // પ-૫, ૬ /
વ્યવહાર વિના નિશ્ચય પ્રાપ્ત કરી શકાતો નથી તે સમજાવે છે. નિશ્ચય નવિ પામી શકે છે, પાળે નવિ વ્યવહાર ! પુણ્યરહિત જે એહવાજી, તેહનો કુણ આધાર / પ-૭ "
સોભાગી જિન, સીમંધર સુણો વાત. / ૫૮ II ગાથાર્થ= જે આત્માઓ વ્યવહાર પાળતા નથી તેઓ નિશ્ચય પ્રાપ્ત કરી શકતા નથી. પુણ્ય વિનાના એવા તે જીવોને સંસારથી તારવામાં કોણ આધારરૂપ બને તેમ છે ? અર્થાત્ કોઈ તેઓને તારી શકતું નથી. પ-૭ ||
- વિવેચન= ઉપર કરેલી લાંબી ચર્ચાથી, પોતપોતાના અનુભવ પ્રમાણથી અને વીતરાગ પરમાત્માના વચનોના અભ્યાસથી અવિરૂદ્ધપણે સ્પષ્ટ સમજાય તેમ છે કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થાય નહીં. ક્રિયા વિના ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય નહીં, ઉપાયો આદર્યા વિના ઉપયની પ્રાપ્તિ થાય નહીં. તેવી જ રીતે સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-અપ્રમાદાવસ્થા આદિ ગુણોરૂપ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે, તેના તેના ઉપાયભૂત “નિધિપામવા ઈત્યાદિ સૂત્રાનુસારે ગીતાર્થ ગુરુભગવંતોની નિશ્રા, તેમની પાસે વ્યાખ્યાનશ્રવણ, પ્રમાણ અને નય સાપેક્ષ નવતત્ત્વોનો અભ્યાસ, તેમાં હેય, શેય અને ઉપાદેય ભાવોની જાણકારી તથા યથાશક્તિ હેયનો ત્યાગ, ઉપાદેયનો આદર કરવારૂપ વ્યવહાર કરવો જ જોઈએ. આવા પ્રકારના નિશ્ચય સાપેક્ષ વ્યવહાર આદરવાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જેમ નિશ્ચય વિનાનો કેવલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org