Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧૪૭ પ્રાણ ઘાતક વિષ છે એમ જ્ઞાન થાય છે. ત્યારે તે તેનાથી આપોઆપ દૂર થઈ જ જાય છે. સમજાવવાની જરૂર રહેતી નથી. તેવી રીતે આ બધા આશ્રવો પાપબંધના હેતુભૂત છે, ભાવપ્રાણના નાશક છે, મુક્તિતત્ત્વના વિરોધી છે. એવું શાસ્ત્રાનુસારી સમ્યગજ્ઞાન જ્યારે અંદર પરિણામ પામે છે ત્યારે યથાશક્તિ દેશવિરતિ અને સર્વવિરતિનાં પચ્ચકખાણો ઉચ્ચરવા દ્વારા પાપાશ્રવોનો ત્યાગ આપોઆપ આવી જ જાય છે. આવા પ્રકારનાં પાપાશ્રવોનો ત્યાગ કરવાનું અને સંવર-નિર્જરાના ભેદ-પ્રભેદોનો આશ્રય કરવાનું સમજાવવું પડતું નથી. આ સહજપણે આપોઆપ જીવનમાં વ્યાપી જાય છે. આ જ વ્યવહાર માર્ગ છે. અને સાધક આત્માએ આદરવો જ જોઈએ.
સારાંશ કે જેના જીવનમાં બાહ્ય-ત્યાગ-તપ-સંયમ અને તેને અનુસરનારી ઉત્તમ ધર્મક્રિયાઓ પ્રસરી હોય છે. તે જ આત્માઓ સાચા સમ્યગ્દર્શનને અને તપૂર્વક સમ્યજ્ઞાનને પામેલા છે એમ જાણવું. અન્યથા તો સત્સંગ અને સ્વાધ્યાયના બહાના નીચે માત્ર અધ્યાત્મનાં પદો બોલી જાય, ગાઈ જાય અને ત્યાગમાર્ગને તથા તેના વ્યવહારને સ્પર્શે નહીં. તો તે સંગીતની પ્રિયતાની જેમ શ્રોત્રેન્દ્રિયનું વિષય સેવન માત્ર જ જાણવું.
તેવી જ રીતે કર્મો ખપાવવાના લક્ષ્યરૂપ અને શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના લક્ષ્યરૂપ નિશ્ચયની દૃષ્ટિ વિનાનું કેવળ બાહ્ય રીતે આચરણ કરાતું જે ધર્માનુષ્ઠાન, તે પણ પુણ્યબંધ માત્ર કરાવનારૂં છે. પરંતુ આત્મશુદ્ધિ કરાવનારૂં નથી. આવાં અનુષ્ઠાનોને શાસ્ત્રોમાં વિષ-ગર અને અનનુષ્ઠાન કહ્યાં છે. ૧) આ ભવમાં સુખોની ઈચ્છા રાખીને જે ધર્માનુષ્ઠાનો કરાય. તે વિષ
અનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ગાથા ૧૫૬) ' ૨) પરભવમાં સુખો મળે એવી ઈચ્છા રાખીને જે ધર્માનુષ્ઠાનો કરાય
તે ગર અનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ગાથા. ૧૫૭) ૩) કોઈપણ જાતના ઉપયોગની શૂન્યતા પૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય તે • અનનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ગા. ૧૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org