Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧૩૯ છે તો પણ પહેલેથી તે છોડી દેવાની હોતી નથી. મૃત્યકાળે કાયાને અંતે ચિતામાં (અગ્નિના ભઠ્ઠામાં) જ મૂકવાની હોય છે એટલે પહેલેથી ચિતામાં મૂકવાની હોતી નથી. ઈત્યાદિ ઉદાહરણોથી સમજવું જોઈએ કે ક્રિયાઓ પણ અંતે છોડી દેવાની છે. એટલે પ્રથમથી છોડવાની હોતી નથી.
૫ ભવોભવમાં આવી જડક્રિયાઓ ઘણી કરી પરંતુ કલ્યાણ થયું નથી. આ વાત જો બરાબર સમજાઈ હોય તો જડક્રિયાઓને બદલે ચેતનવંતી ક્રિયાઓ (સમજણ પૂર્વકની-જ્ઞાનવાળી ક્રિયાઓ) કરો. પરંતુ ક્રિયાઓનો નિષેધ કરવાની શું જરૂર ? જડક્રિયા શબ્દમાં જડ એ વિશેષણ નકામું છે પરંતુ ક્રિયા એ વિશેષ્ય નકામું નથી. તેથી વિશેષણ બદલવું જોઈએ પરંતુ વિશેષ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં. આ મલીન વસ્ત્ર છે. આ તુટેલો હાર છે ઈત્યાદિ પ્રયોગોમાં મલીન અને તુટેલાં એ વિશેષણો જ દૂર કરાય છે. પરંતુ વસ્ત્ર અને હાર એ વિશેષ્યો ત્યજાતાં નથી.
૬ ભરત મહારાજા, ઈલાચી, ચિલાતી, વિગેરેનાં દૃષ્ટાન્તો અપવાદરૂપ છે. ધોરીમાર્ગમાં આવાં અપવાદરૂપનાં દૃષ્ટાન્તો લેવાતાં નથી. જેમ લોટરીની ૧ રૂપીયાની ટિકિટથી કોઈને ક્યારેક લાખો કરોડો રૂપીયા મળી જાય છે. પરંતુ તેનો દાખલો લઈને બધાંને પોત-પોતાના નોકરી ધંધા ત્યજી દેવાના હોતા નથી.
આ પ્રમાણે કુતર્કોના ઉત્તરો પણ જરૂર છે. તેનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ માટે ધર્મક્રિયાઓ એ શુદ્ધ ઉપયોગદશાની પ્રાપ્તિનો પરમ ઉપાય છે. તેથી અવશ્ય કર્તવ્ય છે. શુદ્ધ આત્મતત્ત્વ જે સાધવું છે તેનું લક્ષ્ય હૈયામાં રાખીને તેની સિદ્ધિ જે રીતે થાય તે રીતે તેના ઉપાયભૂત એવી આ ધર્મક્રિયાઓ કરવા રૂપ વ્યવહાર આદરવો જોઈએ. એ જ સાચો ન્યાયમાર્ગ છે. પ-૩ / નિશ્ચયદૃષ્ટિ હદયે ધરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર | પ-૪
સોભાગી જિન, સીમંધર સુણો વાત ! પપ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org