Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૬
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જવા-આવવાના અમેરિકાના વિશાળ માર્ગો જેવા રસ્તાઓ હોય, ઠેક-ઠેકાણે ચાર રસ્તાઓમાં પાણીના ફુવારાઓ મુકેલા હોય, મુંબઈના વાલકેશ્વર જેવાં ઘણા ઊંચા ઊંચા એપાર્ટમેન્ટો હોય, રોડની બન્ને બાજુ વૃક્ષોની હારમાળા હોય તથા એક સરખા ઘાટની ક્રમશઃ ગોઠવાયેલી વિવિધ દુકાનો હોય. ઉપર-નીચે જવા આવવાના કેલીફોનીયા જેવા ઝાળમાળીયા પુલો હોય, એમ (નગરમેદિની) શહેરની ભૂમિ ઘણી જ રળીયામણી હોય. પરંતુ સ્વરાજ્ય-પરરાજ્યના ભયોથી, પાણીના પ્રદૂષણના કારણથી, રોગાદિના ભયોથી, લુંટારાના ભયોથી, અથવા કોમવાદજન્ય તોફાનોના ભયથી, ઇત્યાદિ કોઈ પણ કારણના લીધે એક પણ માણસ તે નગરમાં રહેવા તૈયાર ન હોય તો જેમ લોકો વિના તે નગરની પૃથ્વીની શોભા ગણાતી નથી. તેમ ભાવદયા વિનાની દ્રવ્યદયા જાણવી.
તથા શરીર રૂપવાન, દેખાવડું અને મોહક હોય, પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ હોય, શરીરનો બાંધો મજબૂત અને વ્યવસ્થિત હોય, પરંતુ જો તેમાં જીવ ન હોય તો જીવ વિના તે શરીરની પણ શોભા ગણાતી નથી. તેમ ભાવદયા વિના દ્રવ્યદયા જાણવી.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આદિ આત્માના ગુણો વિના, તથા શમ, સંવેગ, નિર્વદ, અનુકંપા અને આસ્તિક્યતા વગેરે પ્રશસ્ત ભાવોની પ્રગટતા વિના, કષાયોની વાસનાના ત્યાગ વિના, બહારથી કરાતી દયા-દાનાદિ તમામ ધર્મકરણી નટની સ્ત્રીની માયાતુલ્ય તુચ્છ છે. ક્ષુલ્લક છે. દાંભિક છે. કેવળ સારા દેખાવા માટે જ છે. આત્મશુદ્ધિનો હેતુ બને તેવી નથી. રંગભૂમિ ઉપર નાચ કરતી નટની સ્ત્રી જેમ પ્રેમભર્યા હાવભાવ બતાવે, વિવિધ અંગમરોડ કરે, ગુપ્તઅંગોનું પ્રદર્શન પણ કરે. પરંતુ આ સર્વે ધનપ્રાપ્તિ માટે જ હોય છે. પ્રેક્ષકોને રાજી કરવા પુરતું જ હોય છે. પ્રેક્ષકો તરફ તેને વાસ્તવિક પ્રેમ હોતો નથી. આ માયા છે. દંભ છે. દેખાવ માત્ર છે. તેવી જ રીતે સમ્યજ્ઞાનાદિ ગુણોના ઉપયોગ વિનાની માત્ર દ્રવ્યદયા માન વધારવા, જશ લેવા, દુનીયામાં સારા દેખાવા
Jain Education International
For, Private & Personal Use Only
www.jainelibrary.org