Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી અને જ્ઞાની, ગીતાર્થ, સંવેગ પાક્ષિક સગુરુઓના સંપર્કથી આ જીવમાં પરપદાર્થોથી અલિપ્ત રહેવાની ઉત્કૃષ્ટ જ્ઞાનદશા જ્યારે જાગે છે. ત્યારે તે સર્વે પરપદાર્થોના ત્યાગની, તથા તે પ્રત્યેની મૂર્છાના ત્યાગની પરિણતિ આ જીવમાં સહેજે સહેજે આવી જ જાય છે. વાસ્તવિકપણે આ જ ચારિત્ર છે. “પરભાવની પરિણતિનો ત્યાગ એ જ પારમાર્થિક ચારિત્ર છે ”
આવા પ્રકારના જ્ઞાનપૂર્વકનું પરભાવની પરિણતિના ત્યાગવાળું ચારિત્ર આત્મામાં આવવાથી પરપદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિકલ્પો, તેનાથી થનારા હર્ષ-શોકના વિકલ્પો, અને તેનાથી થનારા સુખદુ:ખના માનસિક વિકલ્પો મનમાં ઉઠતા જ નથી. આત્મા પોતે મોહના વિકારો રહિત નિર્મળ આત્મતત્ત્વના જ્ઞાનના ઉપયોગમાં જ વર્તે છે. બાહ્યભાવના વિકારો આવતા જ નથી. તેથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કે કષાયાદિ. રૂપ કર્મબંધના હેતુઓ પેદા થતા નથી અને તે કારણથી નવા નવા કર્મ બંધો પણ આ જીવને બંધાતા નથી, તેથી સહેજે સહેજે આ જીવ સંવરભાવમાં વૃદ્ધિ પામે છે. એટલે જ ગાથામાં કહ્યું છે કે નિર્વિકલ્પ (મોહના વિકલ્પો વિનાના) શુદ્ધ એવા જ્ઞાનોપયોગમાં વર્તનારા જીવને કર્મનો ચારો (કર્મોનું આવવું) સંભવતું નથી.
જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂ. ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કેनिर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । તવેવ જ્ઞાનમુઈ, નિર્બન્યો નાસ્તિ મૂસા | પ-૨
વારંવાર માત્ર એક નિર્વાણપદની (શુદ્ધ, નિર્મળ એવા આત્મ સ્વરૂપની સાથે જ આત્માની એક્તા, પરંતુ અન્યની સાથે એકતાનો અભાવ, આવા પ્રકારના જ્ઞાનની) ભાવના ભવાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. વધારે શાસ્ત્રજ્ઞાનનો આગ્રહ રાખવાની જરૂર નથી. જે જ્ઞાનદશા મોહને હણે છે. તે જ્ઞાનદશા જ આત્મા માટે ઉત્કૃષ્ટ દશા છે. તે જ સચ્ચારિત્ર રૂપ છે સંવરાત્મક છે. જે જ્ઞાનદશા મોહને ન હણે તે જ્ઞાન નવ પૂર્વાદિ સુધીનું હોય તો પણ તે પારમાર્થિક દૃષ્ટિએ જ્ઞાન જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org