Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ પ્રમાણે “આત્મતત્ત્વનું અજ્ઞાન” એ ભવદુઃખનું કારણ છે. અને ‘‘આત્મતત્ત્વનું જ્ઞાન” એ ભવદુઃખના નાશનું કારણ છે. II ૩-૨ ॥ ઉત્કૃષ્ટ એવી જે જ્ઞાનદશા છે. તે જ ચારિત્ર છે. અને તે જ સંવર છે. એવી વાત ગ્રંથકારશ્રી સમજાવે છે
૬૬
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો । નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો ॥ ૩-૩ || આતમતત્ત્વ વિચારીએ ॥ ૨૪ ॥
આકરી= ઉત્કૃષ્ટ, નિર્વિકલ્પ= મોહના વિચારો વિનાના, ચારો
આગમન.
ગાથાર્થ= ઉત્કૃષ્ટ એવી જે જ્ઞાનદશા છે. તે જ ચારિત્ર છે. મોહરહિત જ્ઞાનદશાના ઉપયોગમાં વર્તનારા જીવને કર્મોનું આગમન સંભવતું નથી. || ૩-૩ ||
વિવેચન= સંસારમાં રહેલાં સર્વે પુદ્ગલ દ્રવ્યો અને સર્વે જીવ દ્રવ્યો (કે જેમાં પોતાનું શરીર, પરિવાર, ધન-કંચનની સંપત્તિ પણ આવી જાય છે. એવાં સર્વે પુદ્ગલો અને જીવો) એ મારાં નથી. હું એનો નથી, મારાથી તે સર્વે ભિન્ન દ્રવ્યો છે. હું પણ તે સર્વેથી ભિન્ન દ્રવ્ય છું. મારા ગુણધર્મો જુદા છે. તેઓના ગુણધર્મો જુદા છે. આ પરપદાર્થો આજે મારી સાથે છે. કાલે ન પણ હોય, અને આજે જે મારી સાથે ન હોય, તેનો સહવાસ કાલે થાય પણ ખરો. તેથી વૃક્ષની શાખા ઉપર ભેગાં થયેલાં પક્ષીઓના મેળા જેવો જ આ સંસાર છે. માટે મારે તે સર્વે ઉપરથી મારાપણાની મોહાત્મકબુદ્ધિ ત્યજી દેવી જોઈએ. ‘“મારાપણાની બુદ્ધિથી’ ખેંચાવું જોઈએ નહીં.
આ પ્રમાણે પોતાના આત્મા સિવાયના સચેતન અને અચેતન એવા સર્વે પર પદાર્થોને પર સમજીને તેની આસક્તિના ત્યાગપૂર્વક તેનો ત્યાગ કરવાની, તેનાથી દૂર રહેવાની જે આત્મપરિણતિ છે. એ “પ્રત્યાખ્યાન પરિક્ષા” કહેવાય છે. વારંવાર આવાં શાસ્ત્રોના દોહનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org