Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૭
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી
પર તણી આશા વિષવેલડી, ફલે કર્મ બહુ ભાંતિ ! જ્ઞાન દહને કરી તે દહે, હોએ એક જે જાતિ છે ૪-૮
શુદ્ધ નય અર્થ મન ધારીએ તે ૪૪ / વિષવેલડી= ઝેરની વેલ, લેક બંધાય છે. બહુભાંતિ= બહુ પ્રકારે, જ્ઞાનદહને= જ્ઞાનરૂપી અગ્નિ વડે.
ગાથાર્થ= પર દ્રવ્યોની આશા એ વિષની વેલડી સમાન છે. તેનાથી બહુ પ્રકારે કર્મો બંધાય છે. જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જો તે વિષવેલડી બાળી નાખવામાં આવે તો આ આત્મા વિશિષ્ટ એવી એક શુદ્ધ જાતિવાળો બને છે. ૪-૮ ||
વિવેચન= ઉપર કરેલી વિસ્તૃત ચર્ચાથી સમજાશે કે અજ્ઞાન અને મોહને પરવશ બનેલા મૂઢ આત્માઓ પર એવા પુદ્ગલ દ્રવ્યોના સંયોગમાં અને અન્ય જીવદ્રવ્યોના સંયોગમાં જ સુખ પ્રાપ્ત થવાની કલ્પનાઓ કરીને, તેને જ પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં રચ્યા-પચ્યા રહે છે. અધિક ને અધિક પરદ્રવ્યોની પ્રાપ્તિની આશામાં જ જીવન પસાર કરે છે. આ પરની આશા એ જ વિષની વેલડી સમાન છે.
સર્વે અન્ય પુગલદ્રવ્યો અને પોતાના આત્મા સિવાય અન્ય સર્વ જીવદ્રવ્યો પોતાનાં નથી. પરાયાં છે. છતાં તેમાં મારાપણાની કલ્પના કરીને ઈનિષ્ટની પ્રાપ્તિ-પરિહારની ઈચ્છા રૂપી આશાથી આ જીવ બંધાય છે. આ પરની આશા એ જ ભયંકર વિષની (ઝેરની) વેલડી છે. (જેની છાયા પણ દેહાંત કરાવનારી છે) પર પ્રત્યેની આશાના કારણે જ આ જીવ ઈષ્ટની પ્રાપ્તિમાં રામાન્ય અને ઈષ્ટની અપ્રાપ્તિમાં પાન્ધ બને છે. તથા અનિષ્ટની પ્રાપ્તિમાં દ્વેષાન્ય અને અનિષ્ટની અપ્રાપ્તિમાં રાગાન્ધ બને છે. આવા પ્રકારના રાગ-દ્વેષના કાષાયિક પરિણામોને લીધે આ જીવ જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ વિવિધ કર્મોને બાંધે છે. અને અનંત સંસાર-પરિભ્રમણ કરનારો બને છે. વૈરાગ્યની એક સઝાયમાં પણ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org