Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૦
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત હણવાની ક્રિયાનું વિરમણ કરાય છે. આ દ્રવ્યદયાના સંસ્કારો માનસિક, વાચિક અને કાયિક શુભ યોગાત્મક હોવાથી પુણ્યબંધના હેતુ બને છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર, વીર્ય, મધ્યસ્થતા, સમભાવ, રાગ-દ્વેષ રહિત પરિણતિ, વિભાવદશાનો ત્યાગ, સ્વભાવદશાની રમણતા આ બધા ગુણો આત્માનું શુદ્ધ સ્વસ્વરૂપ હોવાથી ભાવપ્રાણ કહેવાય છે. જેમ દ્રવ્યપ્રાણીથી એકભવનું જીવન ટકે છે તેમ ભાવપ્રાણોથી આ આત્માનું આત્મત્વ ટકે છે. તેથી ભાવપ્રાણીની રક્ષા કરવી એ ભાવદયા છે. માટે જે જે આત્માઓ સુખ-દુઃખના સંયોગ-વિયોગોમાં રાગ-દ્વેષના પરિણામ કરતા નથી. પોતાના આત્માની શુદ્ધ સ્વભાવદશામાં જ વર્તે છે. પરપરિણતિમાં ડુબતા નથી. તે મહાત્માઓ અન્ય જીવો ઉપર પણ આવી ભાવદયાના પરિણામ કરવા પૂર્વક વર્તનારા બને છે. તેથી જ અન્ય સંસારી જીવો પણ સાંસારિક સુખ-દુઃખના સાધનભૂત પુદ્ગલ આદિ પરદ્રવ્યો ઉપરના રાગ-દ્વેષના પરિણામથી કેમ તુરત મુક્ત બને ? એવી ભાવદયા હૃદયમાં લાવી વૈરાગ્યમાર્ગની ધર્મદેશના આપતા છતા નિરીહભાવે (બદલામાં કંઈ પણ નહીં લેવાની વૃત્તિ રાખીને) પૃથ્વીતલ ઉપર વિચરે છે.
તથા વૈરાગ્યવાહી ધર્મદેશનાથી પરજીવોને સંસારથી તારે છે અને ભવ્ય દેશના આપતા છતા પોતાના આત્માની પણ વિશેષ વિશેષ શુદ્ધિ કરતા તે મહાત્માઓ પોતાના આત્માની શક્તિને સ્વ-પર ઉપકાર કરવા દ્વારા ઉજ્જવળ કરે છે. અને સર્વત્ર અનાશસભાવે સ્વ-પરનું હિત કરીને કલ્યાણ સાધે છે. આ પ્રમાણે આચારાંગસૂત્રમાં કહ્યું છે. | ૪-૯ ||
એક્તા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે છે જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે છે ૪-૧૦ ||
શુદ્ધ નય અર્થ મન ધારીએ ! ૪૬ એકતા= લીનતા, ભાખે= કહે, અવિકલ્પ= મોહના વિકલ્પો રહિત.
ગાથાર્થ= જે મહાત્માઓ પોતાના આત્માના જ્ઞાનાદિગુણોની સાથે એકતા (લીનતા) વાળા બને છે (પર-પરિણામોને ત્યજી દે છે) તે મહાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org