Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચન= જ્યારે નાટક બતાવવાની રંગભૂમિ ઉપર ઉતરેલો નટ જે જે પાત્ર ભજવવા માટે જેવો જેવો વેશ પહેરે છે અને તેને અનુસરતા જે હાવભાવ કરે છે ત્યારે તે પોતાની અસલી મૂલજાતને વિસરી જાય છે અને ભજવવા ધારેલા પાત્ર રૂપે જ બની જાય છે તો જ તે પાત્ર પોતે ન્યાય પૂર્વક ભજવી શકે છે. જો તે નાટક ભજવતી વખતે પોતાની ભૂલ અસલી જાત તેને સ્મરણમાં આવી જાય તો ભજવવા ધારેલું પાત્ર યથાર્થતાથી ભજવી શકાય નહીં અને નાટકનો રસ તથા મહત્તા ખલાસ થઈ જાય.
તેવી જ રીતે આ આત્મા પોતાના મૂલ અસલી સ્વરૂપે પરદ્રવ્યોથી ભિન્ન હોવાના કારણે દાનાદિનો અકર્તા અને અનપહર્તા હોવા છતાં આવા પ્રકારની પોતાની અસલી જાતને ભૂલી જઈને તે અજ્ઞાનતાથી, મોહાલ્પતાથી મનમાં શુભ-અશુભ સંકલ્પો કરીને પોતાની જાતને દાનાદિનો કર્તા અને અપહર્તા માની લે છે અને તેથી અભિમાનાદિ કરીને જીવ ફરી ફરી નવાં નવાં કર્મો બાંધે છે. પરનો ઉપકાર કરવા રૂપ રતિમોહનીયના અને અપકાર કરવા રૂપ અરતિમોહનીયના ઉદયથી અનુક્રમે દાન અને અપહરણ કરવાના શુભ અને અશુભ સંકલ્પો દ્વારા આ આત્મા નટની જેમ ભિન્નભિન્ન સ્વરૂપવાળો માયાવી બને છે. અને તેના દ્વારા કર્મો બાંધીને તેના ઉદયથી રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, સુરૂપ-કદ્રુપ, ધનવાન-નિધન ઇત્યાદિ રીતે અનેક પાત્ર રૂપ બને છે.
જ્યારે તે તે= આ અજ્ઞાનદશા ટળી જાય છે. અને પારદ્રવ્યને પરદ્રવ્ય રૂપે જાણીને તેમાંથી પોતાની મમતા-પ્રીતિ દૂર કરીને કર્તુત્વાદિ બુદ્ધિને દૂર કરે છે. કેવળ એકલા જ્ઞાયકભાવમાં આવી જાય છે. ત્યારે પરદ્રવ્યના કર્તુત્વાદિના અહંકારાદિને ત્યજીને ભવાભિનંદીપણું ટાળીને તે જીવ ભોગી, વિલાસી, પુદ્ગલાનંદી બનતો નથી, પરંતુ વૈરાગ્ય ભાવ પ્રાપ્ત કરીને સ્વભાવદશાના અનુભવ તરફ વળ્યો છતો પોતાના આત્માની અલિપ્ત દશારૂપ શુદ્ધ નિર્મળતા પ્રાપ્ત કરતો છતો વીતરાગ અવસ્થા= પ્રભુત્વ પ્રાપ્ત કરીને આ આત્મા (આત્મા રૂપી રાજા) સ્વાભાવિક અનંત-અનંત સુખનો અનુભવ કરનાર બને છે. | ૪-૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org