Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
૯૧ યશની ઝંખના, માન-પ્રતિષ્ઠાની ઝંખના, અને સ્વ-પ્રશંસા આદિની ઝંખના સ્વરૂપ મમતા (મમત્વભાવના) પ્રતિદિન અધિક અધિક હૃદયમાં જાગતી જ જાય છે. તેથી માયા-લોભ આદિ બીજા દોષો પણ આવી જ જાય છે. આવા પ્રકારની માત્ર યોગક્રિયાઓ કરીને આત્મદશાની ભાવના વિનાનો આ જીવ કર્મોથી લેપાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે
तप:श्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । ભાવનાજ્ઞાનસંપનો, નિયોડપિ ને નિતે / ૧૧-૫ |
તપ, શ્રત અને આદિ શબ્દથી બીજી ધર્મક્રિયાઓ દ્વારા મદોન્મત્ત (અહંકારી) બનેલો આ જીવ ધર્મક્રિયાવાળો હોવા છતાં પણ કર્મોથી લેપાય છે. અને આત્મતત્ત્વની ભાવનાના જ્ઞાનથી સંયુક્ત એવો આ જીવ ક્રિયા રહિત હોવા છતાં પણ કર્મોથી લપાતો નથી.
- સારાંશ કે ધર્મની સઘળી ક્રિયાઓ રાગ-દ્વેષ અને કષાયોના પરિણામોનો નાશ કરવા માટે જ પરમાત્માના શાસનમાં ગોઠવવામાં આવી છે. તેથી અત્યન્ત ઉપકાર કરનારી છે. અને કર્તવ્ય છે. પરંતુ રાગ-દ્વેષ આદિ કષાયોની પરિણતિના નાશનું લક્ષ્ય જો રાખવામાં ન આવે અને પૌગલિક સુખોની અને યશકીર્તિ આદિની જ દૃષ્ટિ રાખવામાં આવે તો તે વ્રત-તપ-જપ-કૃત આદિ માનસિક, વાચિક અને કાયિક યોગમાત્રના સેવન રૂપ ધર્મક્રિયાઓ “તનુમલ” શારીરિક મેલની તુલ્ય છે. ઉપકાર કરનાર તો બનતી નથી. પરંતુ મમત્વભાવ અને અહંકારભાવ પોષાતાં કર્મબંધ કરાવવા દ્વારા પાપાનુબંધી પુણ્યનો બંધ કરાવવા દ્વારા સંસારહેતુ બને છે. તેથી શારીરિક મેલતુલ્ય છે. અહીં કમઠ, અગ્નિશર્મા, વિનયરન અને ચંડકૌશિક થનાર મુનિનાં ઉદાહરણો જાણવાં. || ૩-૧૨ ||
પરભાવના કર્તુત્વની બુદ્ધિ જ આ જીવને કર્મ બંધાવનારી છે હું કરતા પરભાવનો, એમ જેમ જેમ જાણે ! તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે છે ૩-૧૩ છે
આતમ તત્ત્વ વિચારીએ || ૩૪ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org