Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરે છે તો તેનાથી પુણ્ય બાંધવા દ્વારા, અને અપહરણના અવસરે પરના અપકારના પરિણામ વડે પાપ બાંધવા દ્વારા કર્મબંધો વડે તું તારા પોતાના શુદ્ધસ્વરૂપનું અપહરણ કરે છે. તારું શુદ્ધ સ્વરૂપ તું હારે છે.
આ પ્રમાણે શુદ્ધ નિશ્ચયનયથી તું તારા પોતાના રૂપને (શુદ્ધ સ્વરૂપને) જ પ્રગટ કરનાર કે અપહરણ કરનાર છે. તું પરદ્રવ્યોની લેવડ-દેવડનો કર્તા નથી. કોઈ શિકારીએ પક્ષીને વિંધવા બાણ માર્યું. ધારો કે બાણના સનસનાટ શબ્દને સાંભળીને બાણ આવતાં પહેલાં પક્ષી ઉડી ગયું અને પક્ષી ન વિંધાયું. તો પણ બાણ મારનાર હિંસક કહેવાશે જ. અને પાપકર્મ બાંધશે જ. કારણકે પંખીનું વિંધાવું એ વ્યવહારનયથી હિંસા છે. અને પક્ષીને વિંધવાના પરિણામ એ નિશ્ચયનયથી હિંસા છે. તેમ અહીં પણ પૌગલિક વસ્તુનો આ જીવ દાતા-અપહર્તા વ્યવહાર નયથી છે. અને શુભાશુભ સંકલ્પોનો કર્તા-હર્તા અશુદ્ધ નિશ્ચયનયથી છે. એમ હૃદયમાં ચિતવો. (વિચારો). આ ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો જ સમજાય તેવી છે. તેથી જ જીવ પોતાના સ્વરૂપનો જ દાતા (પ્રગટ કરનાર) અને અપહર્તા (કર્મોથી આવૃત કરનાર) હોય છે. પરદ્રવ્યોનો કર્તા-હર્તા નથી છતાં સ્કૂલબુદ્ધિવાળા જીવો તેનાથી અન્યથા– ઉલટું (હું પૌગલિક પદાર્થોનો કર્તા-અપહર્તા છું એમ) મુખથી બોલે છે. પરંતુ સ્વ-સ્વરૂપનું કર્તુત્વ આદિ આ જીવ જાણતો નથી વાસ્તવિક પણે પરનું કર્તુત્વ નથી, માત્ર સ્વનું જ કર્તુત્વ છે. મોહાલ્વ એવા સ્થૂલબુદ્ધિવાળા જીવો આવું સમજી શકતા નથી અને ઉર્દુ મુખથી બોલે છે. ૪-૫ /
અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે ! શાકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે છે ૪-/
શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૪૨ || અન્યથા=વિપરીત, જ્ઞાયકભાવ=જ્ઞાતાપણાનો ભાવ એકલો ફક્ત.
ગાથાર્થ= પારમાર્થિક પરિસ્થિતિ ન સમજવાથી “હું દાનાદિનો કર્તા છું” એવાં ઉલટાં (વિપરીત) વચનો બોલી બોલીને ફરી ફરી (વારંવાર) તું ફોગટ કર્મો જ બાંધે છે. દાન-અપહરણાદિના કાળે આત્મા કેવળ એકલા “જ્ઞાયકભાવ”ને ગ્રહણ કરે છે તે આત્મા પારમાર્થિક સુખને સાધે છે. ૪-૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org